GSTV

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

નેવી

Last Updated on June 18, 2021 by Pravin Makwana

ઈંસ્ટીટ્યૂટ ઓફ બેંકીંગ સિલેક્શને ક્ષેત્રિય ગ્રામિણ બેંકમાં ઓફિસર સ્કેલ I (PO), ઓફિસ આસિસ્ટેંટ- મલ્ટિપર્પસ ક્લાર્ક અને ઓપિસર સ્કેલ 2 અને 3ના પદ પર ભરતી માટે અરજીઓ મગાવી છે. આપને જણાવી દઈએ કે, અહીં 10 હજારથી વધારે પદો પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને વિઝિટ કરીને 28 જૂન 2021 પહેલા અરજી કરી શકે છે.

દેશભરમાં RRBમાં કુલ 10,368 ખાલી જગ્યા ભરવાની છે. અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી સ્વિકાર કરવામાં આવશે, તથા ઉમેદવારોની પસંદગી પ્રીલિમ્સ અને મેન એક્ઝામમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ભરતી માટે નોટિફિકેશન 07 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું અને એપ્લિકેશનની લાસ્ટ ડેટ 28 જૂન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રીલિમ્સ પરીક્ષાનું આયોજન 01 ઓગસ્ટથી 1 ઓગસ્ટ સુધી કરવામાં આવશે.

IT

પ્રીલીમિસ્ એક્ઝામ ઓનલાઈન મોડમાં 01, 07 ઓગસ્ટ, 08 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવસે. પ્રીલીમ્સમાં ક્વાલિફાઈડ થનારા ઉમેદવારો મેઈન્સ માટે એક્ઝામમાં બોલાવવામાં આવશે. પ્રોબેશ્નરી ઓફિસર મેન્સ પરીક્ષા 25 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. જ્યારે ક્લાર્ક મેન્સ 03 ઓક્ટોબર 2021ના રોજ આયોજિત કરવામાં આવશે.

અલગ અલગ પદ માટે ભરતી નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. વર્ય મર્યાદા પદાનુસાર અલગ અલગ નિર્ધારિત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશનમાં ડિટેલ ચેક કરવાની રહેશે. તમામ પદ અરજી લિંક અલગ અલગ છે. જેનો અર્થ છે કે, ઉમેદવારે પહેલા અહીં ચેક કરવાનું રહેશે કે કઈ પોસ્ટ માટે અપ્લાઈ કરાવા પાત્રતા ધરાવો છે. તમામ જાણકારી નોટિફિકેશનમાં આપેલી છે.

અહીં આપેલુ નોટિફિકેશન ચેક કરી શકો છો.

https://www.ibps.in/wp-content/uploads/Advt-_CRP-RRB-X_final_1811.pdf

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!