GSTV

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

બેંક

Last Updated on October 22, 2021 by Pravin Makwana

ઈંસ્ટીટયૂટ બેંકીંગ ઓફ પર્સનલ સિલેક્શન દ્વારા અલગ રાષ્ટ્રીય બંકોમાં પ્રોબેશનરી ઓફિસરના 4135 પદ પર ભરતી માટે અરજી શરૂ થઈ ગઈ છે. પદ માટે ઈચ્છુક ઉમેદવાર 10 નવેમ્બર 2021 સુધી પોતાની અરજી જમા કરાવી શકશે. પદ પર ભરતી માટે અરજીને લઈને ઉમેદવાર પસંદગીની આખી પ્રક્રિયા IBPS દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભરતીના માધ્યમથી બેંક ઓફ ઈંડિયા, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રા, ઈંડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈંડિયન ઓવરસીઝ, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઈંડિયા અને પંજાબ એન્ડ સિંઘ બેંકમાં પીઓ પદ પર ભરતી થશે. ઉમેદવારને સૂચના આપવામાં આવે છે કે, ભરતી માટે અપ્લાઈ કરતા પહેલા તેની નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું. હાલમાં ભરતીથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ જાણકારી નીચે શેર કરવામાં આવી છે.

ભરતી સાથે જોડાયેલા જરૂરી જાણકારી

IBPS PO 2021ની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં આયોજીત કરવામાં આવશે. જેમાં પ્રીલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ શામેલ છે. પ્રારંભિક પરીક્ષા 4થી 11 ડિસેમ્બર 2021 સુધી આયોજીત કરવામાં આવશે. જેના માટે એડમિટ કાર્ડ નવેમ્બરમાં જાહેર કરવામાં આવશે.

નોકરી :IBPS PO Recruitment
જગ્યા :4135
લાયકાત :ગ્રેજ્યુએશન
ઉંમર :20-30 (અનામત કેટેગરીમાં છૂટછાટ)
એપ્લાય કરવાની અંતિમ તારીખ :10મી નવેમ્બર 2021
પરીક્ષાની ફી :SC/ST ઉમેદવારો માટે રૂપિયા 175 છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા
જાહેરાત વાંચવા :ભરતીની જાહેરાત વાંચવા ક્લિક કરો
ઓનલાઇન એપ્લાય કરવાઓનલાઇન એપ્લાય કરવા ક્લિક કરો

પ્રિલિમરી પરીક્ષા ક્વાલીફાઈ કરનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવામાં આવશે. જે જાન્યુઆરી 2022માં લેવાશે.

મુખ્ય પરીક્ષામાં ક્વાલિફાઈ કરનારા ઉમેદવારને ઈંટરવ્યૂમાં શામેલ કરવામાં આવશે. જે ફેબ્રુઆરી/ માર્ચ 2022માં આયોજીત કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા બાદ ભરતી માટે ફાઈનલ સિલેક્શન લિસ્ટ એપ્રિલ 2022માં પ્રકાશિત કરવામાં આવશે.

આ પદ માટે 20થી 30 વર્ષની ઉંમર નિર્ધારિત કરવામાં આવી છે. સાથે જ અરજી કરનારા ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ યોગ્યતા પુરી કરનારા ઉમેદવાર ઉપરોક્ત પદ માટે અરજી કરી શકશે.

અરજી કરવા માટે ઉમેદવારને 850 અરજી ફી ચુકવવાની રહેશે. જ્યારે એસ એસટી ઉમેદવાર માટે અરજી ફી 175 રૂપિયા ચુકવવાની રહેશે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!