GSTV
Home » News » IT સેક્ટરમાં દુનિયાનો સૌથી મોટો સોદો, 34 અબજ ડોલરમાં Red Hatને ખરીદશે IBM

IT સેક્ટરમાં દુનિયાનો સૌથી મોટો સોદો, 34 અબજ ડોલરમાં Red Hatને ખરીદશે IBM

વિશ્વની સૌથી દિગ્ગજ કંપની IBM દ્વારા પોતાની સૌથી મોટી ડીલ કરવામાં આવી છે. કંપનીએ 108 વર્ષના ઇતિહાસમાં કરેલી આ સૌથી મોટી ડીલમાં લિનક્સ સોફ્ટવેર બનાવનાર કંપની રેડ હેટને 2.34 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.

એવું મનાય છે કે, આ દુનિયાનો બીજો સૌથી મોટો સોદો છે. આ મામલામાં IBMએ પોતાની હરિફ કંપનીઓ એમેઝોન અને માઈક્રોસોફ્ટને પણ પાછળ મુકી દીધી છે. રેડ હેટ કંપનીની સ્થાપના 1993માં થઈ હતી. આ કંપનીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે.

જે માઈક્રોસોફ્ટ સોફ્ટવેરના વિકલ્પ તરીકે સૌથી વધારે પ્રચલિત ઓપન સોર્સ સોફ્ટવેર છે. જોકે રેડ હેટ કંપની ખરીદ્યા પછી પણ કંપનીના બોર્ડમાં IBM કોઈ પરિવર્તન નહી કરે. રેડ હેટના સીઈઓ તરીકે જીમ વ્હાઈટહર્સ્ટ અને તેમની ટીમ યથાવત રહેશે. જિમ IBMના મેનેજમેન્ટમાં સામેલ થશે. રેડ હેટનું નોર્થ કેરોલિયાના ખાતે આવેલું હેડક્વાર્ટર પણ બીજે ખસેડાશે નહીં.

IBMના ડીલ કરવા પાછળનું કારણ એ છે કે, કંપનીની કુલ આવકમાં ક્લાઉડ ટેકનોલોજીની હિસ્સેદારીમાં 25 ગણો વધારો થયો છે. જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટરના પરિણામ પ્રમાણે કંપનીની ક્લાઉડ ટેકનોલોજીની આવક 19 અબજ ડોલર પર પહોંચી છે.

READ ALSO

Related posts

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં 8 વિધેયક પાસ કરવા પર સરકારની નજર, કોંગ્રેસ પાસે ઘેરવા અખૂટ મુદ્દા

Mayur

આ તે કેવા લગ્ન… એક જ લગ્ન મંડપમાં વરરાજા બે વધૂ સાથે ફર્યો ફેરા

Dharika Jansari

વડોદરાનાં નરાધમો TV જોતા ન હોવાથી ખબર જ ન હતી કે પોલીસ એમને શોધે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!