GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

તમામ બૅંક કર્મચારીઓ માટે આજનો દિવસ ખાસ, આવી શકે છે મોટી ખબર

બેંક કર્મચારીઓના પગાર વધારાના મુદ્દા પર ભારતીય બેંક સંઘ (આઈબીએ) અને બેંક યુનિયનો વચ્ચે સોમવારે બેઠક થશે. બેઠકમાં જાહેર, ખાનગી અને વિદેશી બેંકો સહિત લગભગ 37 બેંકોએ પોતાના કર્મચારીઓના પગાર અંગે નિર્ણય લેવાની જવાબદારી બેંકોના મેનેજમેન્ટનુ પ્રતિનિધિત્વ કરનાર સંગઠન ભારતીય બેંક સંઘ આઈબીએને આપ્યુ છે.

બેંક કર્મચારીઓની વર્તમાન વેતન સમીક્ષા નવેમ્બર 2017થી પેન્ડિંગ છે. આ પહેલા 5 મે, 2018ના રોજ થયેલી બેઠકમાં આઈબીએ પગારમાં 2 ટકા વધારાની રજૂઆત કરી હતી. પરંતુ આ મુદ્દે સંગઠનોએ નારાજગી દર્શાવી હતી અને 30મેથી બે દિવસની હડતાળ યોજી હતી. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)ના સંયોજક દેવિદાસ તુલિજાપુરકરે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે બેંક છેલ્લી 2 ટકાની રજૂઆતમાં ફેરફાર કરે. અમે 25 ટકાની માંગ કરી રહ્યા છે, પરંતુ અમે વાતચીત માટે તૈયારી છીએ.

10મુ દ્વિપક્ષીય પગાર કરાર મે 2015માં થયું. તે કરાર નવેમ્બર 2012થી લઈ ઓક્ટોબર 2017 સુધી કરવામાં આવ્યું હતું. મે 2015માં થયેલા કરાર હેઠળ આઈબીએએ પગારમાં 15 ટકા વધારાની રજૂઆત કરી હતી. તુલિજાપુરકરે કહ્યું, અત્યાર સુધી પગાર વધારો હંમેશા ડબલ અંકમાં થયો છે. જેને લઈને અમને કોઈ મુશ્કેલી નથી, પરંતુ 2 ટકાની રજૂઆતનો અમે સ્વીકાર કરતા નથી.

બેંક મેનેજમેન્ટે છેલ્લા કેટલાંક ત્રણ મહિનામાં બેંકોમાં થયેલા નુકસાનનો હવાલો આપી પગારમાં ઓછા વધારાને યુક્તિસંગત ઠેરવી દીધો છે. યુનિયનનુ કહેવુ છે કે લાભમાં ઘટાડો આવવાને કારણે ફસાયેલી લોનના બદલામાં વધારે જોગવાઈ થઇ રહી છે, જેના માટે કર્મચારી જવાબદાર નથી. બેંકના કર્મચારી જનધન, નોટબંધી, મુદ્રા અને અટલ પેન્શન યોજના સહિત અન્ય અલગ-અલગ સરકારી યોજનાઓના અમલ માટે દિવસ-રાત કામ કરી રહ્યાં છે.

Related posts

જ્યારે બોલીવુડની સુશીલ વિદ્યા બાલને ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું, સોશિયલ મીડિયા પર મચી ગઈ ધમાલ

Ankita Trada

શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે લીંબુ, જાણો તેના 11 ચોંકાવનારા લાભો વિશે

Ankita Trada

૬૪ પ્રકારના રોગોમાં રામબાણ ઔષધની ગરજ સારે છે સૂંઠ, શક્તિમાં કરશે વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!