GSTV
Home » News » IBની ચેતવણી, ડોમેસ્ટિક એરલાઇન્સમાં 100 ટકા FDI થી ખતરો

IBની ચેતવણી, ડોમેસ્ટિક એરલાઇન્સમાં 100 ટકા FDI થી ખતરો

ઇન્ટેલિજન્સ એજન્સીએ સુરક્ષા મામલાઓ ટાંકીને ડોમેસ્ટિક એરલાઇન્સમાં 100 ટકા એફડીઆઇને લઇને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ગૃહ સચિવ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આના સંદર્ભે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને આઈબીના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

ગત મહીને યોજાયેલી બેઠકમાં એરક્રાફ્ટ રુલ્સ-1937માં પ્રસ્તાવિત સંશોધન સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશી નોન-એરલાઈન્સ કંપનીઓને ડોમેસ્ટિક એરલાઈન્સમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી માટે મુસદ્દાના અમલીકરણ માટે સંશોધનની જરૂર છે. ઉદાર એફડીઆઈ નીતિની ઘોષણા ગત વર્ષે કરવામાં આવી હતી. તેના સંબંધિત નિયમોને લાવ્યા બાદ તેનું અમલીકરણ થઈ શકે છે.

સૂત્રોના અનુસાર આઈબીનું માનવું છે કે વિદેશી કંપનીઓને ડોમેસ્ટિક એરલાઈન્સમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી હોવી જોઈએ નહીં. કારણ કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ઘણું સંવેદનશીલ સેક્ટર છે. બેઠક દરમિયાન આઈબીએ કહ્યું હતું કે અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશોમાં પણ વિદેશી યુનિટ્સને 25 ટકા સુધીની ભાગીદારી કરવાની મંજૂરી છે.

સૂત્રો મુજબ ઘણાં એરપોર્ટ પર વાણિજ્યિક ફ્લાઈટોની સાથે સંરક્ષણ પ્રતિષ્ઠાનો સંબંધિત વિમાનોના પણ આવાગમન થાય છે અને તેના સંદર્ભે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. આવા સંજોગોમાં વિદેશી કંપનીઓને ડોમેસ્ટિક એરલાઈન્સમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી લડાઈ વખતે રાષ્ટ્રીય સુરક્ષા વખતે ખતરનાક હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.

Related posts

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah

2 સરકારી ટેલિફોન કંપનીઓનું થયું મર્જર, નહીં થાય એક પણ કંપની બંધ

Mansi Patel

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!