GSTV

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Last Updated on June 19, 2021 by Pravin Makwana

કોરોનાની બીજી લહેર હવે શાંત થતા રાજ્યમાં લગભગ તમામ પ્રકારની છુટછાટ મળી ગઇ છે. ત્યારે હવે અમદાવાદની જગવિખ્યાત ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે યોજવામાં આવે તે માટે રાજકીય નેતાઓ નિવેદન કરવા લાગ્યા છે કે પ્રજાની લાગણી છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવે. જેમાં રથયાત્રાના રુટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કરફ્યું જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરપરંગાત રુટ પર નીકળી શકે. પંરતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) એ આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહી પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જુન બાદ જાહેરાત કરી શકે છે.

  • અમદાવાદ સહિતના રાજ્યની તમામ રથયાત્રાઓ ન યોજવા માટે સેન્ટ્રલ આઇબીનો રિપોર્ટ
  • રથયાત્રા યોજાશે તો આગામી કોરોનો સંક્રમણની ત્રીજી લહેરની શક્યતા વધી જશે
  • સેન્ટ્રલ આઇબીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ રિપોર્ટ સોંપ્યો
  • બીજી લહેરમાં છુટછાટ મળવાની સાથે જ ગુજરાતમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થઇ રહ્યો છે
  • જો રથયાત્રાની સાથે સાથે જન્માષ્ટીના મેળા અને તહેવારોની ઉજવણી રોકવા માટે રજૂઆત
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઓગસ્ટ- સપ્ટેમ્બર મહિનામાં આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઇન્ડિયન મેડીકલ એસોશીએશન દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સુધી 100 ટકા વેક્સીનેશન કરવામાં ન આવે ત્યાં સુધી લોકો એકઠા થાય તેવા તહેવારો કે મેળાવડા ન યોજવા

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. જેમાં ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રુટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે.

જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.

એક તરફ તાજેતરમાં સાંસદ ડો. કીરીટ સોંલકી અને અમદાવાદના પૂર્વ મેયર તેમજ હાલના ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ પણ એવું કહી ચુક્યા છે કે રથયાત્રા યોજાઇ તે માટેની લોકોની લાગણી છે. તો જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરુરી છે.

રિપોર્ટમાં રાજ્યમાં અન્ય શહેરોમા યોજાનારી રથયાત્રાઓને ચાલુ વર્ષે ન યોજવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથેસાથે જન્માષ્ટમીનો મેળો કે અન્ય તહેવારોની ઉજવણી ન કરવા માટે સુચિત કરાયા છે.

રાહત

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજી લહેર બાદ આપવામાં આવેલી છુટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ધાર્મિક સ્થળોમાં જ સૌથી વધારે ભીડભાડ જોવા મળે છે. તો ગુજરાતમાં થયેલી ટોપલા ઉજવણીની મહિલાઓની ભીડ, જન્મ દિવસની પાર્ટીઓ અને લગ્ન મંડપમાં નિયત મર્યાદા કરતા વધારે આવતા લોકોની માહિતી પણ ઉમેરવામાં આવી છે. તો ઇન્ડિયન મેડીકલ એસોશીએનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભુલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરુરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે.

આમ, હવે રિપોર્ટને આધારે રાજ્ય સરકારને નિર્ણય લઇ શકશે. તો સાથેસાથે કેન્દ્ર સરકાર પણ રિપોર્ટના આધારે રાજ્યની રથયાત્રાનો નિર્ણય લઇ શકે છે.

સેન્ટ્રલ આઇબીએ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશનો રિપોર્ટ સોપ્યો

કેન્દ્ર સરકારના આઇબી વિભાગે કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં સર્વે કરીને રિપોર્ટ તૈયાર કર્યા છે. જેના આધારે ગંગા સ્નાનનો ઉત્સવ પણ રદ કરાયો હતો અને ઓરિસ્સાની જગન્નાથ યાત્રા પણ આ રિપોર્ટના આધારે જ રદ કરવામાં આવી છે.

આ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર ખુદ નિર્ણય લઇને રાજ્ય સરકારને જાણ કરશે. સૌથી નવાઇની વાત એ છે કે અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રાનો નિર્ણય રાજ્ય સરકાર નહી પણ કેન્દ્ર સરકાર જ લેશે અને તે રાજ્ય સરકારને સુચના આપશે. જે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ, આઇબીનો રિપોર્ટ સ્પષ્ટ છે કે કોવિડની ત્રીજી લહેરને રોકવા માટે ધાર્મિક લાગણી નહી વાસ્તવિકતાને પણ ધ્યાનમાં લેવી પડશે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!