ગુજરાતમાં આતંકી હુમલાનું IBનું ઈનપૂટ છે પરંતુ ચોકી પર પોલીસના ફોટો જુઓ

જયારે આતંકી હુમલા થતાં હોય છે તેવા સંજોગોમાં ગુજરાત હંમેશા સોફ્ટ ટાર્ગેટ ઉપર રહે છે.  આતંકી હુમલા બાદ સેન્ટ્રલ IBના સ્ટ્રોંગ ઇનપૂટ છે કે ગુજરાતમાં પણ આંતકી હુમલા થવાની દહેશત છે. જેના અનુસંધાને ગુજરાતની દરિયાઈ સીમાઓ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ શહેરની સુરક્ષામાં નરી આંખે દેખાય તેવા છીંદા છે. જીએસટીવીના  રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરની કે જ્યાં શહેરમાં પ્રવેશવાના વિસ્તારોમાં એટલેકે ચાર રસ્તાઓ ઉપર પોલીસ પેટ્રોલિંગ તો દૂરની વાત છે.  પોલીસ બંદોબસ્ત પણ ચાર રસ્તા ઉપર દેખાતો નથી. તો અસલાલી અને SP રિંગરોડ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાંથી અમદાવાદમાં ખુબ સરળતા પ્રવેશી શકાય છે. ત્યારે અહીંયાં પણ આવા જ ઘાટ છે સુરક્ષાના કે જ્યાં ટ્રાફિક પોલીસ કે બેરીકેટ પણ નથી. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter