GSTV
Life Relationship Trending

IAS ટીના ડાભીએ જણાવ્યું કે કેમ પોતાનાથી 13 વર્ષ મોટા પ્રદિપ ગવાંડેને જીવનસાથી તરીકે કર્યા પસંદ

IAS  ટીના ડાભી અને પ્રદિવ ગવાંડે તેમના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં હતા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે બંનેની આ કહાની કેવી રીતે અને ક્યાંથી શરૂ થઈ હતી. થોડા સમય પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પછી લગ્ન સુધી પહોંચી હતી. IAS ટીના ડાભી અને પ્રદીપ ગવાંડે કોવિડની બીજી લહેર દરમિયાન એકબીજાને મળ્યા હતા.

બંને રાજસ્થાનના આરોગ્ય વિભાગમાં સાથે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા, પછી ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ટીના ડાભીએ જણાવ્યું હતું કે પ્રદીપે મને અગાઉ પ્રપોઝ કર્યું હતું, જોકે અમે બંને એકબીજાને પસંદ કરતા હતા. પ્રદીપ તેના કરતા 13 વર્ષ મોટા છે. ઉંમરના પ્રશ્ન પર તેણે કહ્યું કે સંબંધો ઉંમરના આધારે નક્કી થતા નથી. પરસ્પર સમજણ, પ્રેમ અને સુસંગતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટીના ડાભીએ ઈન્ટરવ્યુંમાં ઘણા સવાલો પર ખુલીને વાત કરી હતી. તેણે મહિલાઓને જીવનમાં સેકેન્ડ ચાન્સ વિશે પણ ઘણું સમજાવ્યું છે. પહેલા લગ્ન તૂટવાના અફસોસ જેવું કંઈ ન હોવું જોઈએ કારણ કે જો તમે તેને સંભાળી નહિ શકો તો સંબંધ તોડી નાખવો વધુ સારું છે. બંને પરસ્પર સંમતિથી અલગ થયા અને વિધિવત છૂટાછેડા પછી ટીના ફરીથી લગ્ન કરવા જઈ રહી છે.

Also Read

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV