GSTV
Home » News » ઓડિશામાં પીએમના કાફલાની તપાસ કરવાનો આદેશ કરનાર IAS સસ્પેન્ડ કરી દેવાયો

ઓડિશામાં પીએમના કાફલાની તપાસ કરવાનો આદેશ કરનાર IAS સસ્પેન્ડ કરી દેવાયો

ઓડિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કરનાર આઇએએસ ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં છે. આ મામલામાં વડાપ્રધાન કાર્યાલયે દખલ કરી હતી જે બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી. વડા પ્રધાનના ચોપરમાંથી એક બ્લેક બોક્સની ચર્ચા બાદ ઓડિશામાં IAS અધિકારીએ તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં પીએમઓએ હસ્તક્ષેપ કરતાં આખરે ચૂંટણીપંચે આ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

ચૂંટણી પંચે મોહમ્મદ મોહસિન નામના આઇએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં છે. મોહસિને મંગળવારે વડાપ્રધાન મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને એમ કરતા રોકવામાં આવ્યાં હતાં. કર્ણાટક (1996) બેચના આઇએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત હતાં.

આ મામલામાં વડાપ્રધાન કાર્યાલયે દરમિયાનગીરી કરી હતી અને ચૂંટણી પંચના અધિકારી આ મામલાની તપાસ કરવા ઓડિશા પણ ગયા હતાં. પીએમઓના હસ્તક્ષેપ બાદ તેમને ડ્યૂટી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 

ઈલેક્શન કમિશનના નિયમો વિરુદ્ધ આ અધિકારીએ કાર્યવાહી કરી

પંચને SPG સુરક્ષા હોવા છતા તપાસ કરી હોવાની જાણકારી મળતા પંચે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં IAS મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા. મળતી માહિતી પ્રમાણે ઈલેક્શન કમિશનના નિયમો વિરુદ્ધ આ અધિકારીએ કાર્યવાહી કરી હતી.

SPG સુરક્ષાના અધિકારીઓને જ આ પ્રકારની તપાસ કરવાની છૂટ આપવામાં આવે છે.2.મોહસિન વર્ષ 1996 બેચના કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી છે. જેમને જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન ઈલેક્શન કમિશન તમામ સંસદીય ઈલેક્શન વિસ્તારમાં સુપરવાઈઝરની નિમણૂક કરે છે જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. આ અધિકારીઓ રાજ્યની બહારના જ હોય છે.

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!