GSTV
Gujarat Government Advertisement

ઓળખ છુપાવીને કેરળ પૂરગ્રસ્તની મદદ કરતો હતો આ શખ્સ, જાણીને સૌ કોઈ ચોંકી ગયા

Last Updated on September 8, 2018 by

ઓળખ છુપાવી કેરળના પૂરગ્રસ્તોની મદદ કરનાર આઈએએસ અધિકારી કન્નન ગોપીનાથનના સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. કન્નન ગોપીનાથન દાદરા અને નગર હવેલીના ક્લેક્ટર છે. તેઓ મૂળ કેરળના કોટ્ટાયમના રહેવાસી છે. 2012ની બેચના આઈએએસ અધિકારી કન્નન પૂરપીડિતોની મદદ માટે 26 ઓગષ્ટે પોતાના રાજ્ય પહોંચ્યા હતાં. જ્યારે તેઓ પૂરપીડિતોની મદદ માટે ભરપૂર વખાણ કરી રહ્યા હતાં ત્યારે કોઈને ખબર નહોતી કે આ પીડિતો વચ્ચે એક આઈએએસ અધિકારી કામ કરી રહ્યો છે.

એર્નાકુલમ જિલ્લાના કલેક્ટર વાઈ સફીરૂલ્લાએ જ્યારે એક પ્રેસ કલેક્શન સેન્ટરનો પ્રવાસ કર્યો તો તેમણે કન્નને ઓળખી લીધો હતો. અને ત્યાં ઉપસ્થિત સૌ કોઈને જણાવ્યું કે અહીં જે વ્યક્તિ સખત પરિશ્રમ કરી રહ્યો છે. તે એક કલેક્ટર છે. વાઈ સફીરૂલ્લાએ જો ના જણાવ્યું હોત તો કદાચ કન્નની સદ્ભાવનાથી સોશિયલ મીડિયા  અજાણ રહ્યું હોત. ધ ન્યૂઝ મિનિટ મુજબ,  32 વર્ષીય કન્નને જણાવ્યું કે પોતાના રાજ્યની સ્થિતિની જોઈને જ્યારે તેમણે રજા માટે પરવાનગી માંગી તો તેના સિનિયર અધિકારીઓએ સકારાત્મક વલણ અપનાવી રજાના બદલે ફરજ પર હોય તે રીતે તેને મોકલ્યો.

કન્નના મુજબ, કેન્દ્ર શાસિત રાજ્યથી સાંસદ નિધિ તરફથી 1 કરોડ રૂપિયાની રકમ તેમણે કેરળના મુખ્યપ્રધાનને સોંપી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓ અને સ્થાનિક લોકોની મદદને કારણે તેઓ સામાન ભરેલી 10 ટ્રક કેરળ મોકલવામાં સફળ રહ્યાં. કેરળ પહોંચતા જ કન્નને ત્યાં થોડો સમય સ્થિર રહીં મદદ કરવાનો નિર્ણય કર્યો. કન્નની ઓળખ ઉજાગર થતાં જ સોશિયલ મીડિયામાં વખાણ થવા લાગ્યાં.

એક સ્થાનિક અખબારના રિપોર્ટરે કન્નના વખાણરૂપે ટ્વિટ કર્યુ તો તેને આઈએએસ એસોસિએશનના સત્તાવાર ટ્વિટર પરથી રિ-ટ્વિટ કરવામાં આવ્યું. આઈએએસ એસોસિએશને લખ્યું, “અવિશ્વસનીય કન્નન, તમારા જેવા અધિકારીઓ પર ગર્વ છે. જે ખરેખર ભારતીય વહીવટીતંત્રની સેવાનું પ્રતિક છે.” રિપોર્ટરના જણાવ્યા મુજબ, કન્નને ઓળખ છૂપાવી રાજ્ય પરિવહન તરફથી પ્રવાસ કરી 10 દિવસોમાં પાંચ જિલ્લામાં મદદ કરી હતી. એટલું જ નહીં, તેમના સંબંધીઓને પણ આ મદદ વિશેના સમાચાર મળ્યા નહોતા.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!