GSTV
Gujarat Government Advertisement

IAS અધિકારીએ નિયમોની કરી ઐસીતૈસી, આઈસોલેશન સેન્ટરમાંથી થયા રફૂચક્કર

Corona

Last Updated on March 27, 2020 by Pravin Makwana

કોરોનાનો વ્યાપ રોકવા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ અપાયો છે. જરૂર પડે તો શંકાસ્પદ કેસમાં આવા લોકોને આઈસોલેશન સેન્ટરમાં પણ રાખવામાં આવે છે.

આઈસોલેશન સેન્ટરમાંથી થયા રફૂચક્કર

જોકે આઈસોલેશનમાંથી ફરાર થવાની ઘટનાઓ પણ બનેલી છે. જેમાં હવે એક આઈએએસ ઓફિસર પણ સામેલ છે. આ અધિકારી કેટલાક દિવસ પહેલા લંડનથી કેરાલાના કોલ્લામ ખાતે પાછા ફર્યા હતા. તેમને એ પછી આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.તેમના ડ્રાઈવર, સેક્રેટરી અને સુરક્ષા કર્મીને પણ આઈસોલેશનમાં રહેવાનો આદેશ અપાયો હતો.

નિયમભંગ બદલ થશે કાર્યવાહી

જો કે, તેમણે પોતે જ તમામ નિયમોને અભરાઈએ ચઢાવી દીધા હતા. બે દિવસમાં તેઓ 21 માર્ચે આઈસોલેશનથી ભાગીને યુપીના કાનપુર જતા રહ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ તેમના સ્વાસ્થયની ચકાસણી કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓ રફૂચક્કર હોવાની વિગતો બહાર આવી હતી.આ જાણકારી સામે આવ્યા બાદ હવે સરકાર દ્વારા તેમની સામે કાર્યવાહી કરાશે. તંત્રનુ કહેવુ છે કે, કોઈ કેપ્ટન પોતાના જહાજને મુકીને ભાગી શકે નહી. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, આ તારીખે જાહેર કરો ધોરણ 12નું પરિણામ

Pravin Makwana

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!