GSTV
Gujarat Government Advertisement

સતત બદલીઓથી પરેશાન આ IAS અધિકારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

Last Updated on December 15, 2019 by Mansi Patel

હરીયાણા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી અશોક ખેમકાની 53મી વાર થયેલ ટ્રાન્સફરથી પરેશાન થઈને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પત્ર લખ્યો છે. અશોક ખેમકાએ સીએમને પત્ર લખીને કહ્યું કે, દબાણ લાવનારા અધિકારીઓ તો ફૂલી-ફાલી રહ્યા છે, જ્યારે ઈમાનદારને મામૂલી ભૂમિકાઓ આપવામાં આવે છે. ત્રણ દસકામાં ખેમકાની આ 53મી બદલી છે. વર્ષ 1991ની બેચના અધિકારીએ ખટ્ટરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા દેવાની મંજૂરી આપવા કહ્યું છે.

હરીયાણા સરકારે ગયા મહિને ખેમકાની બદલી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગથી પુરાતત્વ વિભાગમાં કરી દીધી હતી. ખેમકાએ લખ્યું કે, દબાણમાં રહેતા અને ભ્રષ્ટ અધિકારી સક્રીય સેવા દરમિયાન ખૂબ ફૂલે-ફાલે છે અને સેવાનિવૃત્તિ બાદ પણ પુરસ્કાર મેળવે છે, જ્યારે ઈમાનદારને નાના અને મામૂલી કામ સોંપવામાં આવે છે જે નીચલા રેંક માટે ઉપયુક્ત થાય છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટને ત્યાં સુધી કઠેડામાં ઉભા કરવામાં નથી આવતા જ્યાં સુધી તે શાસકોના હિતો પર પ્રહાર ન કરે.

ખેમકાએ કહ્યું, શાસન હવે સેવાનું નહીં પણ ધંધાનું કામ બની ગયું છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, મારા જેવા મૂર્ખ લોકો જ જનતાના વિશ્વાસ અંગે વિચારશે અને વિશ્વાસપાત્ર તરીકે કામ કરશે. હું આશા રાખું છું કે તમે આ પત્રને કચરાપેટીમાં ના ફેંકી દો. ખેમકાએ તેમના પત્રમાં યાદ અપાવી દીધું કે ભાજપે ભૂતકાળની કોંગ્રેસ સરકારની 2014ની ચૂંટણી દરમિયાન જમીન સોદામાં કથિત ગેરરીતિઓ એક મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ તે હવે ભૂલાઈ ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!