GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં ટ્રેની IAS અધિકારીનું મોત, સ્વિમિંગ પુલમાં મળી લાશ

Last Updated on May 30, 2017 by

રાજધાની દિલ્હીમાં સાથી મહિલા અધિકારીને સ્વિમિંગ પુલમાં ડુબતા બચાવવા જતા ટ્રેની આઈએએસ અધિકારીનું સંદિગ્ધ મોત થયું છે. સોનીપતના રહેવાસી આશિષ દહિયા વર્ષ 2016ની બેન્ચમાં આઈએએસમાં સામેલ થયા હતા. સોમવારે સાંજે કેટલાક મિત્રોને મળતા માટે સરાય સ્થિત વિદેશ સર્વિસ ઈન્સ્ટીટ્યુટ આવ્યા હતા.

આશિષિ અને અભિમન્યુ તેમના મિત્ર સાથે પુલ સાઈડ પાર્ટી કરી રહ્યા હતા. જે દરમિયાન એક મહિલા અધિકારી સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી. તેને બચાવવા આશિષ સહિત કેટલાક લોકો કુદ્યા હતા. જો કે મહિલા ઓફિસરને બચાવી લીધા બાદ ખબર પડી કે આશીષ અચાનક ગાયબ છે. બાદમાં આશિષનો મૃતદેહ પાણી પર તરતો નજરે પડ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે આશિષના પરિવારે બતાવ્યું છે કે આશિષને પોલીસ ઓફિસર અને આઇઆઇએસ ઓફિસરની ટ્રેનિંગ લીધી છે. તે ઘણા સારો તૈરાક હતા. એવામાં શંકા ઉપજે છે કે કેવી રીતે 10 ફૂટ ઊંડા સ્વિમિંગ પુલમાં ડૂબવાથી તેમની મોત થઇ ગઇ. તે મહિલા ઓફિસર કોણ હતી. કઇ પરિસ્થિતિમાં તે સ્વિમિંગ પુલમાં કુદી. આ આખો મામલો શંકાસ્પદ છે તેની તપાસ થવી જોઇએ.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Gujarat Government Advertisement

Related posts

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!