રાજ્યના IAS અધિકારી એ.કે. રાકેશ સામે CBIએ પગલાં લીધા છે. ગુનાઈત પ્રવૃત્તિ કરનારાઓ સાથેની સાઠગાંઠમાં તેમણે ગેરકાયદે કૃત્યો કરીને લાંચ લીધીએ.કે. રાકેશની ફરિયાદમાં કનકિપતિ રાજેશે શસ્ત્રના લાઈસન્સ ઇશ્યૂ કરી આપવા માટે, સરકારી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નામે ટ્રાન્સફર કરી આપવા માટે તથા સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરી આપવા માટે તથા વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લીધી હતી. ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી આઈએએસ એ.કે. રાકેશે ૨૭મી ડિસેમ્બર ૨૦૨૧ના દિનેસ ભારત સરકારને એક ફરિયાદ આપવામાં આવી હતી. કે. રાજેશે ૨૭૧થી વધુ આર્મ્સ લાઈસન્સ ઇશ્યૂ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમાંથી ૩૯ લાઈસન્સ ધારકો અંગે નેગેટીવ રિપોર્ટ હોવા છતાંય તેમને લાઈસન્સ આપી દીધા હતા.

ગુનાઈત પ્રવૃત્તિ કરનારાઓ સાથેની સાઠગાંઠમાં તેમણે ગેરકાયદે કૃત્યો કરીને લાંચ લીધી
આમ ગુનાઈત પ્રવૃત્તિ કરનારાઓ સાથેની સાઠગાંઠમાં તેમણે ગેરકાયદે કૃત્યો કરીને લાંચ લીધી હતી. આ કૌભાંડમા ંકરવામાં આવેલા આક્ષેપ મુજબ કે. રાજેશે આર્મ લાઈસન્સ માટે મથુરભાઈ સાકરિયા પાસે રૃા. ૩ લાખ રોકડેથી અને ૪૯,૦૦૦ના બે હપ્તા સુરતના મેસર્સ જિન્સ કોર્નરના સાયેદપુરાની બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાં લીધા હતા. આ મુદ્દે સીબીઆઈની તપાસના અહેવાલમાં બહાર આવેલી વિગતો જુદી છે. સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ જિન્સ કોર્નરના રફીક મેમણે મથુરભાઈને ડ્રેસ મટિરિયલના કરેલા વેચાણના બિલ પેટે આ રકમ તેના ખાતામાં જમા કરાવાઈ હતી. રફીક મેમણે આ સંદર્ભમાં ઇશ્યૂ કરેલા તમામ ચાર ઇન્વોઈસ બનાવટી હતા. આ ચાર ઇન્વોઈસમાંથી એક, કોઈ પરેશભાઈ, બીજું, પ્રફુલભાઈ અને ત્રીજું મથુરભાઈ સાકરિયાને બદલે સર-સાહેબના નામથી એક બિલ બનાવવામાં આવ્યા હતા. હા, કે. રાજેશ અને રફીક મેમણ એક બીજાને જાણતા હતા તે પણ તપાસમાં બહાર આવ્યું છે.

રાજેશ અને રફિક મેમણે ગુનાઈત સાઠગાંઠ
CBIની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કે. રાજેશ અને રફિક મેમણે ગુનાઈત સાઠગાંઠ કરીને કે. રાજેશને મથુરભાઈએ આપેલી લાંચના નાણાંમાંથી કેટલાક નાણાં રફિક મેમણની જિન્સ કોર્નરના ખાતામા ંજમા કરાવવામાં આવ્યા હતા. તેમણે બંનેએ મળીને ખોટા દસ્તાવેજો અને ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભો કર્યો હતો. રફિક મેમણે ચાર સાચા બિલનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ સાચા બિલનો ખોટી રીતે ઉપયોગ કર્યા બાદ તે બિલ કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખવાની ચેષ્ઠા પણ કરવામાં આવી છે.
કલેક્ટર અને જિલ્લા ઇલેક્શન અધિકારીના નામેના સત્તાવાર ખાતા નંબર ૩૦૯૮૫૦૦૪૯૩૨માં જુદી જુદી વ્યક્તિઓએ, પેઢીઓએ, કંપનીઓએ સુજલામ સુફલામ જલ અભિયાનના નામે કે. રાજેશની સૂચનાથી જ જુદી જુદી વ્યક્તિઓએ ડોનેશન તરીકે નાણાં જમા કરાવ્યા હતા. આ ડોનેશનનીરકમ સામે તેમને હથિયારના લાઈસન્સઆપી દેવાનો વાયદો કે. રાજેશે આપ્યો હતો.
સુરતમાં બે દુકાનો પાણીના ભાવે ખરીદી
સરકારી જમીન પર દબાણ કરનારા ગેરકાયદે લાભાર્થીઓને નામે કરી આપવાના કૌભાંડમાં હજીય ઊંડી તપાસ કરવાની જરૃર હોવાનું સીબીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પણ કે. રાજેશ સામે કરેલી ફરિયાદમાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના ઉત્રાણ વિસ્તારમાં નવા બંધાયેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રૃા. ૪૭.૩૨ લાખના ખર્ચે દુકાન નંબર ૧૦૦૧ અને ૧૦૩૮ પણ ખરીદી હતી. આ કિંમત બજાર કિંમત કરતાં ઘણી જ ઓછી છે. આ બે દુકાનો જે પાર્ટીને ભાડે આપી હતી તે પાર્ટીઓએ દુકાનમાં કોઈ ધંધો જ કર્યો નથી, પરંતુ તેમને ભાડાં પેટે રૃા. ૫.૫ અને ૫.૫ લાખ ચૂકવ્યા છે.આ રીતે કે. રાજેશે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. સુરતના ડી.ડી.ઓ. હતા ત્યારે તેમણે આ દુકાનો ખરીદી હતી. કે. રાજેશ સામે કનકિપાતી રાજેશે સુરેન્દ્ર નગરના જિલ્લા કલેક્ટર તરીકે રફિક મેમણ સાથેની સાઠગાંઠમાં ગુનાઈત કૃત્યો કર્યા છે.આ ગુના માટે તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૦બી, કલમ ૨૦૧, ૪૬૫, ૪૭૧, અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૭ તથા આઈટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬ અને ૪૩ હેઠલ ગુનો બને છે. સીબીઆઈના ઇન્સ્પેક્ટર રાજબિર સિહં તેની સામે કેસ નોંધાવ્યો છે.
READ ALSO
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા