GSTV

ઇયાન બોથમને હાઉસ ઓફ લોર્ડ્ઝના સદસ્ય બનાવાયા

ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમને બ્રિટિશ સંસદમાં હાઉસ ઓફ લોર્ડ્ઝના સદસ્ય બનાવવામાં આવ્યા છે. બ્રિટિશ સરકાર દ્વારા આ સાથે હાઉસ ઓફ લોર્ડ્ઝના સદસ્ય તરીકે 32 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી.

1977થી 1992 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 102 ટેસ્ટ રમ્યા


ઇયાન બોથમ 1977થી 1992 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 102 ટેસ્ટ રમ્યા હતા અને તેઓ બ્રેકઝિટના સમર્થક છે. 64 વર્ષીય ઇયાન બોથમ 2007માં ચેરિટી કાર્ય તથા ક્રિકેટમાં તેમના યોગદાન માટે નાઇટહુડના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. હાઉસ ઓફ લોર્ડઝમાં છેલ્લે 2011માં ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની રશેલ હેહો ફ્લિન્ટની પસંદગી થયા બાદ આ સન્માન હાંસલ કરનારા ઇયાન બોથમ પ્રથમ ક્રિકેટર છે.

ક્રિકેટમાંથી નિવૃતિ બાદ ચેરીટી કાર્યોમાં સંકળાયેલા હતા


ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ ઇયાન બોથમ ચેરિટી કાર્યોમાં સંકળાયેલા રહ્યા હતા અને ક્રિકેટ કોમેન્ટેટર પણ બન્યા હતા જ્યાં તેમણે ગયા વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઇયાન બોથમ ઇંગ્લેન્ડ માટે 102 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 5200 રન અને 383 વિકેટ ઝડપી હતી. એક સમયે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તેમના નામે હતો. 2015માં જેમ્સ એન્ડરસને આ રેકોર્ડ તોડ્યો હતો.

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!