GSTV

રાફેલ સોદા વિવાદ પર રાજકીય ઘમાસાણ, જાણો એર માર્શલ રઘુનાથ નાંબિયારે શું અાપ્યું નિવેદન

Last Updated on September 25, 2018 by Karan

રાફેલ સોદા વિવાદ પર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભારતીય એરફોર્સ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. એરફોર્સના ઉપ પ્રમુખ એર માર્શલ રઘુનાથ નાંબિયારે તાજેતરમાં જ રાફેલ વિમાન ઉડાડ્યું. અને હવે તેમણે તેણા ઘણા વખાણ કર્યાં છે. એર માર્શલ રઘુનાથનું કહેવું છે કે મને રાફેલ ઉડાડવાની તક મળી. આ ઘણું શનાદાર વિમાન છે. તેનાથી અમે સંતુષ્ટ છીએ. તેમના પુછવામાં આવ્યું કે તેમાં 30 હજાર કરોડનો ઓફસેટ કોન્ટ્રાક્ટ છે અને અનિલ અંબાણીને ફાયદો થયો છે. તો તેમણે કહ્યું કે એવું લાગે છે કે લોકોને ખોટી જાણકારી આપાઈ છે. તેમાં ઓફસેટના નામ પર 30 હજાર કરોડની વાત નથી. જે ડેસોલ્ટ કંપની છે તે માત્ર 6500 કરોડનો જ કોન્ટ્રાક્ટ આપશે તેનાથી વધારે નહીં.

આ ઉપરાંત જ્યારે તેમને એવો સવાલ કરાયો કે ફ્રેંચ મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચ્યો છે. તો તેના પર કહ્યું કે આ સોદો 2008માં કરાયો હતો. તેના કરતાં ઘણો સારો સોદો છે. ભલે ભાવ કે પછી કોઈ અન્ય ચીજ વસ્તુઓ હોય. આમાં અમને સારી ટેકનીક અને મેન્ટેનન્સ વગેરે ઘણું મળી રહ્યું છે. આ ઉપરાંત એરફોર્સના ડેપ્યુટી ચીફ શિરીષ બબન દેવે પણ આ સોદાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે રાફેલનું પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. આ વાત કોમર્શિયલ છે. જે ફ્રેંચ કંપની છે. તેને ખબર છે કે આ ઓફસેટ કોન્ટ્રાક્ટ છે. હવે તેને કેવી સર્વિસ કરવાની છે કોની પાસે જવાની છે તે સરકાર પર દબાણ ન કરી શકે.

 

 

Related posts

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!