GSTV

88માં વાયુસેના દિવસ પર ભદૌરિયાએ જવાનોના વખાણ, કહ્યું : આકસ્મિક પડકારોનો સામનો કરવા સેના સજ્જ

Last Updated on October 8, 2020 by pratik shah

વાયુસેનાના પ્રમુખ રાકેશ સિંહ ભદોરિયાએ લદ્દાખમાં ચીન સાથે ઘર્ષણ દરમિયાન વાયુસેનાની ત્વરિત કાર્યવાહીની સરાહના કરી છે. તેમણે દેશને વિશ્વા અપાવ્યો છે કે કોરોનાના આ કપરા સમયમાં પણ વાયુસેના કોઈપણ આક્સમિક પડકારનો સામનો કરવા માટે સજ્જ છે. લદ્દાખમાં ચીન સાથે પાંચ મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે વાયુસેનાના પ્રમુખ ભદોરિયાએ 89માં વાયુસેના દિવસ પર સંબોધન કર્યું હતું.

વાયુસેના પ્રમુખ

વાયુસેનાના યોદ્ધાઓ પ્રશંસાને પાત્ર : વાયુસેના પ્રમુખ

હિંડન એરબેઝ પર આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં સંકટની ઘડીમાં જે પ્રકારે ઝડપી કામગીરી હાથ ધરાઈ તે માટે વાયુસેનાના યોદ્ધાઓ પ્રશંસાને પાત્ર છે. ભારતે લદ્દાખમાં ચીનની આક્રમક ગતિવિધિ સામે સુખોઈ અને મિગ વિમાનો તૈનાત કર્યા છે. ચિનૂક અને અપાચે જેવા હેલિકોપ્ટર મારફતે પણ માલ-સામાન પહોંચાડવામાં આવ્યો છે. પ્રવર્તમાન સમયમાં તમામ યુદ્ધ મોરચે લડાઈ માટે મજબૂત અને આધુનિક વાયુસેના નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવશે

વાયુસેના પ્રમુખે જણાવ્યું કે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની દેખરેખ માટે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ડ્રોન જેવા ઓછા ખર્ચના વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવની જરૂર છે. આગામી સમયમાં અવકાશ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની આવશ્યક્તા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!