GSTV
Home » News » વાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત

વાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત

Indian Air Force MiG-21

ભારતીય વાયુસેનાએ સરકારને વહેલીતકે યુદ્ધ વિમાનો માટે વિસ્ફોટકો ખરીદવા જણાવ્યું છે. કારણ કે પાકિસ્તાની વાયુસેના સરહદ પર ઉશ્કેરણીજનક હરકતમાં લાગી છે. પાકિસ્તાને ભારતીય સરહદ પાસે પોતાના તમામ એફ-16 યુદ્ધ વિમાનોને ખડકી દીધા છે. આ સાથે જ પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાઓને ભારતીય વાયુસેનાની પહોંચથી દૂર પશ્ચિમમાં FATA ખાતે ખસેડી દીધા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ બંને તરફથી સોર્ટીઝની સંખ્યા વધારી દેવાઇ છે. ભારતીય વાયુસેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.

જે સોર્ટિઝ મિસાઇલથી સંપૂર્ણપણે લોડ છે. તેનાથી વિસ્ફોટકોની મારક ક્ષમતા ઘટી જાય છે. સરકારી સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે આ મિસાઇલ વધુ સમય સુધી નવી રહેતી નથી. મિસાઇલની લાઇફ સોર્ટિઝની સંખ્યા પર નિર્ભર રહે છે. અમેરિકાની મનાઇ છતાં પાકિસ્તાને ભારતની સામે એફ-16 યુદ્ધ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

સૂત્રો મુજબ પાકિસ્તાને અમુક દેશોને બાદ કરતા પોતાની હવાઇ સરહદને ઉડાન માટે બંધ કરી દીધી છે. ભારતીય સરહદમાં ફ્રંટલાઇન જેટ્સમાં સુખોઇ-30, મિરાજ-2000 વિમાન છે. આ તરફ જમ્મુ-કાશ્મીર એરબેઝમાં ફાઇટર જેટ્સની સંખ્યા વધારી દેવાઇ છે.

Read Also

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah