GSTV
Home » News » ભારતીય સૈન્યની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ગરમાયો માહોલ, પાક સંસદમાં ઇમરાન ખાન શરમ કરોના નારા લાગ્યા

ભારતીય સૈન્યની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ગરમાયો માહોલ, પાક સંસદમાં ઇમરાન ખાન શરમ કરોના નારા લાગ્યા

ભારતીય એર ફોર્સની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં વિપક્ષે હવે ઇમરાન ખાન પર દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનની પીપીપી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાન હીના રબ્બાની ખારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હાલ ઇમર્જન્સી જેવો માહોલ છે, ઇમરાન ખાન ભારતીય હુમલાનો જવાબ આપે. આ ઉપરાંત પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન શરમ કરો શરમ કરોના નારા પણ લાગ્યા હતા.

બીજી તરફ ઇમરાન ખાને ભારતીય એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની જનતા અને સૈન્યને કહ્યું હતું કે દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહો.  ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની એક વિશેષ બેઠક પણ બોલાવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સૈન્ય દરેક પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર રહે. જોકે ઇમરાન ખાન પર પાક.ના વિપક્ષે પણ દબાણ વધારી દીધુ છે.

લોકસભામાં ઇમરાન ખાન સેમસેમના નારા લાગ્યા હતા. સાથે વિપક્ષે ભારત પર હુમલા કરવા માટે ઇમરાન ખાનને કહ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની ધમકીઓને પગલે સરહદે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. હીના રબ્બાનીએ સાથે પાકિસ્તાન સંસદનું સત્ર બોલાવવાની માગણી પણ કરી હતી અને આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા પણ કહ્યું હતું. જેને પગલે પાકિસ્તાન ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતે શાંતિમાં માનતો હોવાના જુઠાણા ફેલાવશે અને ભારત પર હુમલાના આરોપો લગાવશે.

Related posts

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!