GSTV
Home » News » કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

કોંગ્રેસનાં વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં જણાંવ્યું કે, નવા પ્રમુખની શોધખોળ ચાલું છે. તેમજ આ પ્રક્રિયામાં હું શામેલ નથી. નવા પ્રમુખ મામલે પાર્ટી નિર્ણય કરશે. આ પ્રક્રિયામાં શામેલ થઇને હું તેને જટીલ બનાવવા માગતો નથી. તેમણે કહ્યું કે હું પાર્ટીમાં છું અને કામ કરતો રહિશ પરંતુ પાર્ટી પ્રમુખ માટે પાર્ટી જ નિર્ણય કરશે.

ગત મહિને લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારીને પાર્ટીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમીટીએ તેમની રજુઆત નકારી છે. ત્યાર પછી પણ પોતાનાં નિર્મય પર અડગ રહેતા રાહુલ ગાંધીએ નવા પ્રમુખ શોધવા માટે સીડબલ્યુસીને એક મહિનાનો સમય આપ્યો છે.

કોંગ્રેસ પ્રમુખની રેસમાં કોણ છે આગળ?

લાંબા સમયથી કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક મામલે અલગ-અલગ પ્રકારની અટકળો ચાલી રહિ છે. માહિતી પ્રમાણે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અશોક ગહેલત કોંગ્રેસ પ્રમુખની રેસમાં સૌથી આગળ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ અશોક ગહેલોતનાં નામ પર મંજૂરીની મહોર લગાવી છે. તેમજ હવે માત્ર ઔપચારિક એલાન જ બાકી છે.

જો કે એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઇ કે અશોક ગહેલોત નવા પ્રમુખ બનશે કે પછી તેમની ટીમમાં મદદ માટે કોઇને કાર્યકારી અધ્યક્ષ બનાવશે. કોંગ્રેસ તરફથી નવા અધ્યક્ષ પદે ગહેલોતનાં નામની ચર્ચા પછી હવે તે પણ સાફ થઇ ગયું છે કે નવા કોંગ્રેસ પ્રમુખ ગાંધી પરિવાર બહારનાં રહેશે. જો કે આ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે આગામી 2-3 દિવસમાં કોંગ્રેસ પાર્ટી ગહેલોતનાં નામની જાહેરાત કરી શકે છે.

રાજીનામા પર અડગ રાહુલ ગાંધી

અત્રે મહત્વનું છે કે રાહુલ ગાંધીએ જ્યારે રાજીનામું આપવાની વાત કરી ત્યારે કોંગ્રેસમાં ધરતીકંપ આવ્યો હતો. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ રાહુલને મનાવ્યા પરંતુ તેઓ માન્યા નહિં. 25-મેનાં રોજ કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની વાત કરી ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમીટીએ સર્વસહમતિથી આ નિર્ણયને રદ્દબાતલ ઠેરવ્યો હતો.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!