GSTV
Home » News » હું મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવીશ : હાર્દિક પટેલ

હું મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવીશ : હાર્દિક પટેલ

Hardik Patel surat

સુરતના તક્ષસીલા અગ્નિકાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. હાર્દિકે ટ્વીટ કરી જણાવ્યુ છે કે સરકારે મૃતકના પરિજનો સાથે ન્યાય કરશે પરંતુ હજુ સુધી કોઇ પગલા નથી લેવાયા. હુ મૃતકના પરિજનોને ન્યાય અપાવીશ. જવાબદારીથી મો ફેરવતા અધિકારીઓને સજા અપાવીશ. હુ મૃતકના પરિજનોને મળીશ. સુરતના મેયરનુ રાજીનામુ લેવા માટે સરકારને 12 કલાકનો સમય આપુ છું.

ફાયર અધિકારીઓ સામે કેસ કરી કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર મૃતકના પરિજનો સાથે ન્યાય નહી કરે તો મનપા કચેરીએ ઉપવાસ આંદોલન કરીશ. ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યુ કે એક બાજુ વિદ્યાર્થીઓનો શોક મનાવાય છે જ્યારે બીજી બાજુ વિજયોત્સવ ઉજવવામાં આવે છે. સુરતની જનતા પાસે મસમોટો ટેક્સ લેવાય છે પણ સુવિધા આપવામાં આવતી નથી.

હાર્દિકનું અલ્ટીમેટમ

સુરત અગ્નિકાંડને 50 કલાકનો સમય વિતવા છતા પીડિતોને ન મળેલા હાર્દિક પટેલે ટ્વિટરથી શેખી મારી છે. અને તેણે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરતા મેયરના રાજીનામાની માંગ્યુ છે. અને 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. હાર્દિકે મેયર ઉપરાંત ગેરકાયદે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપાનારા અધિકારી અને સમય પર ઘટનાસ્થળે ન પહોંચનારા ફાયર બ્રિગેડના અધિકારીઓ પર કેસ ચાલે તેવી માંગ કરી છે.

વરૂણે કાઢી ઝાટકણી

સુરતના અગ્નિકાંડ પર હાર્દિક પટેલે ધરણાની જાહેરાત કરીને રાજકારણનો રંગ ભેળવ્યો હોય તેમ દેખાય છે. ત્યારે ભાજપ નેતા અને પૂર્વ પાસ નેતા વરુણ પટેલે હાર્દિકની ઝાટકણી કાઢી હતી.

READ ALSO

Related posts

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi

માન્ચેસ્ટરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, ટોસ મોડો થવાની શક્યતા

Mayur

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!