GSTV
Home » News » PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે અનેક સામ્યતા હોવાનું જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને ધન્યવાદ આપતા જણાવ્યું કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાનાં ભાષણમાં જણાંવ્યું કે, ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધો ઘણા પ્રગાઢ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે ભારતનાં હિત માટે અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઇટ હાઉસમાં છે.

ભારતનાં વડાપ્રધાન મોદીને ખબર જ છે કે અમે બન્ને દેશોનાં સંબંધો લોકશાહીનાં મજબૂત પાયા પર ઉભા છે. બન્ને રાષ્ટ્રોમાં કાયદા-કાનૂન પ્રમાણે શાસન ચાલે છે. બન્ને દેશોનું બંધારણ ‘વી ધ પીપલ’ જેવા 3 મહાન શબ્દોથી શરૂ થાય છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, પીએમ મોદી હું તમારી સાથે બન્ને દેશોને સમૃદ્ધ બનાવવા માટે કામ કરવા ઇચ્છું છું. અમેરિકામાં ભારતીય કંપનીઓ હજારો લોકોને રોજગારી આપી રહી છે. અમેરિકામાં અભૂતપૂર્વ રોકાણ થઇ રહ્યું છે. ભારત અમેરિકામાં અભૂતપૂર્વ રીતે રોકાણ કરી રહ્યું છે, અમે પણ ભારતમાં આવું જ કરી રહ્યા છે.

આવતા વર્ષે એનબીએ બાસ્કેટ બોલ ગેમ જોવા માટે હજારો લોકો મુંબઇમાં જવાના છે. શું પીએમ મોદી હું આમંત્રિત છું? જો તમે મને બોલાવશો તું હું ચોક્કસ આવીશ. આમ કહીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આડકતરી રીતે ભારત આવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!