GSTV
Home » News » નાની હતી ત્યારે મારા સાવકા પિતા ગેરલાભ લેતા હતા, રાહ જોતાં હતા મમ્મી બહારગામ કયારે જાય

નાની હતી ત્યારે મારા સાવકા પિતા ગેરલાભ લેતા હતા, રાહ જોતાં હતા મમ્મી બહારગામ કયારે જાય

અભિનેત્રી કમ ટીવી ચેટ શો હોસ્ટ એલન ડિજનરેસે કહ્યું હતું કે હું અબુધ બાળકી હતી ત્યારે મારા સાવકા પિતાએ મારો જાતીય ગેરલાભ લેવાના પ્રયાસો કર્યા હતા. ડેવિડ લેટરમેનના ચેટ શોમાં મહેમાન તરીકે હાજર રહેલી એલને એક આઘાતજનક ઘટના વર્ણવી હતી.

એણે કહ્યંુ કે મારી માતા બહારગામ જવાની વાટ મારા પિતા જોતા હતા. મારી માતા બહાર ગઇ ત્યારે મારા પિતાએ એવો દાવો કર્યો કે તારી માતાનાં સ્તનમાં મેં કેન્સર જેવી ગાંઠ જોઇ છે. તને એવું નથીને ? લાવ, તપાસી આપું.. મને તારાં સ્તન જોવા દે. એમ કરીને તેમણે મારાં સ્તનને મસળ્યાં હતાં. એ રીતે મારો જાતીય ગેરલાભ લીધો હતો.

૬૧ વર્ષની એલને કહ્યું કે બીજી ટીનેજર છોકરીઓ આવી ઘટનાનો ભોગ ન બને એવા હેતુથી હું આ ઘટના વિગતવાર વર્ણવી રહી છું. મારે ખોટી સનસનાટી ફેલાવવી નથી. હું લગભગ પંદર સોળ વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી. હું આજ સુધી ભૂલી શકી નથી.

Read Also

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!