કદાવર નેતાએ ખુલ્લેઆમ કહી દીધું કે નરેન્દ્ર મોદી છે બિક્કણ, 2 ફોને જિંદગી બદલી નાખી

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે તેઓ એક્સિડેન્ટલ પ્રઈમ મિનિસ્ટર જ નહિ, એક્સિડેન્ટલ ફાઈનાન્સ મિનિસ્ટર પણ બન્યો. તેમણે પોતાના પુસ્તક ચેન્જિંગ ઈન્ડિયાના વિમોચન પ્રસંગે યાદ કર્યું કે કઈ રીતે તત્કાલિન પ્રધાનમંત્રી નરસિંહા રાવે તેમને અચાનક નાણાંમંત્રી બનાવી દીધા. પૂર્વ પીએમે કહ્યું, ત્યારે હું યૂજીસીમાં હતો. અને રોજની જેમ ઓફિસે ગયો હતો. અચાનક નરસિંહા રાવજીનો ફોન આવ્યો અને તેઓએ મને કહ્યું કે તૈયાર થઈને શપથ ગ્રહણ માટે આવી જાવ. અને એ રીતે હું નાણાંમંત્રી બની ગયો. લોકો કહે છે કે હું એક્સિડેન્ટલ પીએમ છું, પરંતુ હું એક્સિડેન્ટલ ફાઈનાન્સ મિનિસ્ટર પણ રહ્યો છું. પ્રધાનમંત્રી બનવા માટે પણ એકાએક ફોન આવ્યો હતો. માત્ર 2 ફોને મારી જિંદગી બદલી નાખી છે. વિદેશમાંથી આવ્યા બાદ ઘણી પ્રેસ કોન્ફરન્સ કરી છે. મીડિયાથી ક્યારેય અળઘો રહ્યો નથી. મારી ચૂપકીદીની મજાક ઉડાવાતી હતી જ્યારે હું ક્યારેય ચૂપ રહ્યો નથી. મારામાં એમનામાં આ તફાવત છે.

રિઝર્વ બેન્ક અને સરકારના સબંધ પતિ-પત્ની જેવા

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂકેલા સિંહે કેન્દ્રીય બેન્ક અને સરકારના સબંધો અંગે કહ્યું, રિઝર્વ બેન્ક અને સરકારના સબંધ પતિ-પત્ની જેવા છે. બન્ને વચ્ચેના મતભેદોનો નિવેડો જરૂરી હોય ચે જેથી બન્ને તાલમેલ સાથે કામ કરી શકે. તેમણે વધુમાં કહ્યું કે મજબૂત અને સ્વતંત્ર રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું પડે છે, તેથી હું પ્રાર્થના કરૂં છું કે સરકાર અને રિઝર્વ બેન્ક એક બીજા સાથે કામ કરવાનો પ્રયાસ કરશે. તેમણે આ વાત એવા સમયે કહી કે જ્યારે રિઝર્વ બેન્કના આરક્ષિત નાણાંના સ્તર તથા લઘુ તેમજ મધ્યમ ઉદ્યમો માટે લોનના નિયમો આસાન બનાવવા સહિતના વિભિન્ન મુદ્દાને લઈને કેન્દ્રીય બેન્ક તથા નાણાં મંત્રાલયમાં મતભેદોની ચર્ચાની વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું.

અમારે ચૂટંણી ઢંઢેરામાં વ્યક્ત કરાયેલી પ્રતિબધ્ધતાનું સમ્માન કરવાનું છે

મધ્ય પ્રદેશ અને છત્તિસગઢની સરકારો દ્વારા કૃષિ ઋણ માફીની જાહેરાત સાથે સંકળાયેલા સવાલના જવાબમાં સિંહે કહ્યું કે અમારે ચૂટંણી ઢંઢેરામાં વ્યક્ત કરાયેલી પ્રતિબધ્ધતાનું સમ્માન કરવાનું છે. તેમણે કહ્યું કે મેં પ્રભાવ અંગે અધ્યયન નથી કર્યું પરંતુ પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઈ છે, અતઃ અમારે તેનું સમ્માન કરવાનું છે. પટેલના રાજીનામાં બાદ સરકારે આર્થિક મામલાઓના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા. સિંહે કહ્યું કે જે કોઈ પણ આરબીઆઈનો ગવર્નર હોય, હું તેને શુભકામના પાઠવું છું.

સરકાર તથા આરબીઆઈ સાથે મળીને કામ કરવાનો માર્ગ શોધે

પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણને એક મજબૂત અને સ્વતંત્ર આરબીઆઈની જરૂર છે કે જે કેન્દ્ર સરકાર સાતે મળીને કામ કરે. તેમણે કહ્યું કે આશા રાખું છું કે સરકાર તથા આરબીઆઈ સાથે મળીને કામ કરવાનો માર્ગ શોધે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એક મોટું પાવર હાઉસ બનવું એ ભારતના ભાગ્યમાં લખેલું છે. જાણીતા અર્થશાસ્ત્રી સિંહે કહ્યું કે 1991 પછી બારતનો વાર્ષિક વૃધ્ધિ દર સરેરાશ 7 ટકા જળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તમામ વિઘ્નો અને અડચણો છતાં ભારત યોગ્ય દીશામાં આગળ વધતું રહેશે. ભારતના ભાગ્યમાં છે કે તે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પાવર હાઉસ બને.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter