મનમોહન કથિત, હું છું અસલી એક્સિડેન્ટલ PM! જુઓ કોણે કર્યો આવો ખુલાસો

ડૉ. મનમોહન સિંહ પર બનાવવામાં આવેલી ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મને લઈને રાજકીય વિવાદ વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ પ્રતિક્રિયા આપી છે. દેવેગૌડાએ કહ્યું છે કે તેઓ પણ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યુપીએ-વનના કાર્યકાળમાં તેમના મીડિયા સલાહકાર રહી ચુકેલા સંજય બારુના પુસ્તક પરથી બનાવવામાં આવી છે.

કોંગ્રેસનો આરોપ છે કે આ ફિલ્મ તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર છે. વિવાદ સંદર્ભે પ્રતિક્રિયા આપતા 85 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસના અધ્યક્ષ એચ. ડી. દેવેગૌડાએ કહ્યું છે કે હકીકતમાં તેઓ જાણતા નાતી કે આની જૂરી કેમ આપવામાં આવી. તેમને લાગે છે કે આ બે અથવા ત્રણ માસ પહેલા શરૂ થયું છે. તેઓ જાણતા નથી કે આની મંજૂરી કોણે આપી અને શા માટે આપી? સાચું કહું તો આ તથાકથિત એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સંદર્ભે તેઓ જાણતા નથી. પરંતુ તેમને લાગે છે કે તેઓ પણ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર છે.

1996ની લોકસભાની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટી પાસે પુરતી બેઠકો ન હતી. બિનકોંગ્રેસી અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોના ગઠબંધન સંયુક્ત મોરચાએ કોંગ્રેસના ટેકાથી કેન્દ્રમાં સરકાર બનાવી હતી અને દેવેગૌડાને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. દેવેગૌડા પહેલી જૂન-1996થી 21 એપ્રિલ-1997 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. જો કે કોંગ્રેસે ટેકો પાછો ખેંચતા દેવેગૌડાને વડાપ્રધાન પદેથી વિદાય લેવી પડી હતી.

ધ એક્સિડેન્ટલ ફિલ્મનું વિજય રત્નાકર ગુટ્ટેએ નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહનસિંહનો કિરદાર નિભાવ્યો છે. અક્ષય ખન્નાએ ફિલ્મમાં સંજય બારુની ભૂમિકા અદા કરી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ અગિયારમી જાન્યુઆરીએ પ્રસારીત થવાની છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter