કદાવર નેતાના દિકરા અને પૂર્વ મંત્રીએ કહ્યું મારી સાથે મારી મા છે, પત્ની સાથે હવે નથી કોઈ સંબંધ

બિહારના પૂર્વ આરોગ્ય મંત્રી અને રાજદના નેતા તેજ પ્રતાપ યાદવ નવ વર્ષના પ્રથમ દિવસે આજે તેમની માતાને મળવા પટણા આવ્યા હતા, પરંતુ ખાસ વાત એ હતી કે તેમના મોટા ભાઇ તેજસ્વી પ્રતાપ ત્યાં હાજર ન હતા. તેઓ દિલ્હીમાં કોઇ મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવા ગયા હતા. ઐશ્વર્યા સાથે છુટાછેડાની જીદ પછી તેજ  પ્રતાપે રાબડી દેવાના ઘર ૧૦ સર્ક્લુયર રોડ  જવાનું બંધ કરી દીધું હતું. તેઓ તેમના સરકારી બંગલામાં જ રહેતા હતા.

છુટાછેડાની અરજીને વધુ સુનાવણી આઠમી જાન્યુઆરીએ થશે

મા રાબડી દેવીને મળ્યા પછી તેજ પ્રતાપે કહ્યું હતું કે હું મારી માતાને મળવા આવ્યો છું. મારી કાનુની લડાઇમાં મારી માતા મારી સાથે છે. છુટાછેડાની અરજીને વધુ સુનાવણી આઠમી જાન્યુઆરીએ થશે ત્યારે માતા રાબડી દેવા મારી સાથે હશે, એમ તેજ પ્રતાપે દાવા સાથે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યાના પરિવાર સાથે હવે મારો કોઇ જ સબંધ નથી. ઐશ્વર્યાના પરિવાર વાળા મારા ઠેકાણા અંગે જાસુસી કરાવતા હતા.

રાષ્ટ્રીય જનતા દળનું સુકાન તેજસ્વી પ્રતાપે સંભાળી લીધું છે

રાજકીય મુદ્દાઓથી લઇ પરિવારના મુદ્દાઓ સુધી બંને ભાઇઓમાં અંટસ ચાલતી હોવાની અટકળો વહેતી હોય છે. જો કે બંને ભાઇઓએ આ વાતને ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદના જેલ ગયા પછી રાષ્ટ્રીય જનતા દળનું સુકાન તેજસ્વી પ્રતાપે સંભાળી લીધું છે. નીતીશ કુમારની સરકારમાં નાના હોવા છતાં તેમને બિહારના નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવેલા છે. લાલુ પ્રસાદ જેલમાં છે અને તેજ પ્રતાપે માતા રાબડી દેવીની મુલાકાત લેતાં લોકો અનેક તર્ક વિતર્ક કરતાં થયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter