GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રી રૂપાણીની ખુરશી સાથે થઇ ગયો છે મોહ, મંત્રી બનવાના છે દાવેદાર

રાજયકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ધારાસભ્યએ મુખ્યમંત્રી જેવી જ ખુરશીની માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભાના નિયમો પ્રમાણે દરેક મંત્રી અને સ્ટાફનું બજેટ અને નિયમો નક્કી હોય છે. નિયમ પ્રમાણે ધારાસભ્યને આવી ખુરસી મળી શકે તેમ નથી. ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રીની ખુરશી સાથે મોહ થઇ ગયો છે.રાજકારણમાં લોક ચાહના સાથે જ નશીબથી બળિયા લોકોની ચડતી રોકેટ ગતિએ થતી હોય છે પરંતુ ઘણા લોકો પક્ષ સાથે રહેવામાં ચૂંટણી જીતીને ધારાસભ્ય સુધી પહોંચવામાં જિંદગી ખર્ચાઈ જતી હોય છે તો પણ મંત્રી બની શકતા નથી અને આવા નેતાઓને પણ ઈચ્છા હોય છે કે એ સીએમ સમકક્ષ મોભાદાર ખુરશીમાં બેસે અને ધારાસભ્યો અને લોકો ને સાંભળે અને હવે આ ખુરશી ચર્ચાનો મુદ્દો બની છે.

સીએમ જેવી જ ખુરશી ખરીદી કરી લઈ આવ્યા

વિધાનસભામાં થતા ફેરફાર કે રીનોવેશન માટે નિયત કરેલા નિયમો મુજબ ફેરફાર કરવાના રહેતા હોય છે. મંત્રીનો જે પ્રમાણેનો હોદ્દો હોય એ મુજબ ઓફિસની સાઈઝ એ ઓફિસમાં ફર્નિચર સહિતની વસ્તુઓ કેવી વસાવવી એ તમામ બાબતને લઈને નિયમો હોય છે અને એ મુજબ જ વસ્તુઓની ખરીદી કરવી અને રીનોવેશનની મંજૂરી મળતી હોય છે પણ રાજ્યકક્ષા નો હોદ્દો ધરાવતા આ નેતાએ મજૂરીથી વધારે રીનોવેશન તો કરવી લીધું હવે સીએમ જેવી ખુરશી ખરીદવા જીદ પકડી હતી. અધિકારીઓ દ્વારા સમજણ પૂર્વક જણાવવામાં પણ આવ્યું હતું કે એ ખુરશી બજેટ બહાર જાય અને એ ના ખરીદી શકાય.જેથી એ નેતાને લાગી આવતા અથવા તો હોઈ શકે પોતાને સુપર સીએમ સમજતા હોય એ પોતાની રીતે સીએમ જેવી જ ખુરશી ખરીદી કરી લઈ આવ્યા હતા.

મંત્રી થવા માટે એમાં નેતા પણ લિસ્ટમાં છે

હવે એજ ખુરશીમાં બેસીને પોતાની કામગીરી કરી રહ્યા છે.નેતાના આ વર્તનનાં કારણે હરકોઈ અચંબામાં છે અને સરકારમાં અને વિપક્ષમાં પણ આ ખુરશીને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, એ હકીકત છે કે ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે… ઘણા નેતાઓ રાહ જોઇને બેઠા છે મંત્રી થવા માટે એમાં નેતા પણ લિસ્ટમાં છે. આ નેતા 4 થી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે જેને લઈને નેતાને હવે મંત્રી બનવાની તાલાવેલી છે . હાલમાં ભલે એ નેતા મંત્રી નથી બની શક્યા પરંતુ સીએમ જેવી ખુરશીમાં બેસીને પોતે સુપર સીએમ હોવાનો મનોમન અહેસાસ જરૂર કરી રહ્યા હશે

નિયમ પ્રમાણે ધારાસભ્યને આવી ખુરસી મળી શકે તેમ નથી

રાજયકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ધારાસભ્યએ મુખ્યમંત્રી જેવી જ ખુરશીની માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભાના નિયમો પ્રમાણે દરેક મંત્રી અને સ્ટાફનું બજેટ અને નિયમો નક્કી હોય છે. નિયમ પ્રમાણે ધારાસભ્યને આવી ખુરસી મળી શકે તેમ નથી. ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રીની ખુરશી સાથે મોહ થઇ ગયો છે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!