GSTV
Bollywood Entertainment Trending

પ્રાચી દેસાઈને ‘સેક્સિસ્ટ’ ફિલ્મોની ઓફર કરતાં હતાં દિગ્દર્શકો, “ન મળ્યું હિરોઈન તરીકે બોલિવૂડમાં સન્માન”

પ્રાચી દેસાઈની ઘણી ફેન-ફોલોઇંગ છે પરંતુ તેમ છતાં તે ફિલ્મોમાં બહુ સફળ રહી નથી. પ્રાચીનું કહેવું છે કે તેને ફક્ત એવી ભૂમિકાઓ મળી જેમાં તેને ‘હોટ’ દેખાવાનું હતું. આ કારણે તેણે આ ફિલ્મોને ઠુકરાવી દીધી.

બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈ ટેલિવિઝનમાંથી ફિલ્મોમાં આવી હતી. ટીવીની જેમ જ ફિલ્મોમાં પ્રાચીને પણ પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેને તે સફળતા મળી ન હતીજેની તે હકદાર હતી. પ્રાચી પાસે હજી પણ એક મોટી ફેન-ફોલોઇંગ છે, પરંતુ સારી ઓફરો ન મળવી તેને તે તેની નિષ્ફળતાનું કારણ માને છે. પ્રાચીનું કહેવું છે કે મોટા દિગ્દર્શકોએ તેને માન આપ્યું ન હતું અને તેઓ ઇચ્છતા હતા કે પ્રાચી ફક્ત સ્ક્રીન પર હોટ દેખાય.

મને ફક્ત હોટ બતાવવા માંગતા હતા દિગ્દર્શકો

પ્રાચીએ આ વિશે વાત કરતાં કહ્યું કે મોટાભાગના ડિરેક્ટર તેને કહેતા હતા કે તેણે ફક્ત ‘હોટ’ દેખાવામાં જ ધ્યાન કેન્દ્રિત કરવું છે. પ્રાચીએ આવી ‘સેક્સિસ્ટ’ ફિલ્મ્સ કરવાની ના પાડી. પરિણામે, તેની ફિલ્મ ઉદ્યોગમાં નેગેટિવ છબી બનાવવામાં આવી હતી. બાદમાં, તેમને સારી ઓફર મળવાનું જ બંધ થઈ ગયું.

મોટા દિગ્દર્શકોએ સન્મ્માન ન આપ્યું

પ્રાચીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેટલાક ‘મોટા ડિરેક્ટર’ને ના સાંભળવાની ટેવ નથી હોતી. તેમણે કહ્યું કે આ નિર્દેશકો ઇચ્છે છે કે પ્રાચી સ્ક્રિપ્ટ વાંચ્યા વગર અથવા નરેશન વિના ફિલ્મ સાઇન કરે. પ્રાચી આ માટે તૈયાર નહતી અને તેણે ફિલ્મ્સની ઓફરોને નકારી કાઢવાનું શરૂ કર્યું. પાછળથી પ્રાચીની ફિલ્મ ઉદ્યોગમાં એવી છાપ પડી ગઈ કે તેને ખાસ કરીને ફિલ્મો કરવામાં રસ નથી.

કાસ્ટિંગ કાઉચનો પણ કરી ચુકી છે પ્રાચી

આ પહેલા પ્રાચી એ કહ્યું હતું કે ‘મને એક બહુજ મોટી ફિલ્મની ઓફર આવી હતી પણ તેના માટે મને કૉંપ્રોમાઈઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. જયારે મેં ના કહી દીધી તો દિગ્દર્શકે મારો ફરી સંપર્ક કર્યો. મેં સાફ કહી દીધું કે મારે ફિલ્મ નથી કરવી.

બોલીવુડમાં નેપૉટીઝમ ઉપર પણ બોલી હતી પ્રાચી

પ્રાચી દેસાઈએ અનુભવ્યું છે કે બોલીવુડમાં ભ્રષ્ટાચાર અને નેપૉટીઝમ પણ છે. પ્રાચી દેસાઈએ કહ્યું કે તે એ વાત થી ખુશ છે કે ઓટીટી આવી ગયું છે કારણ કે ઘણાં વિકલ્પો છે અને જોવા માટે ઘણું કન્ટેન્ટ છે. અભિનેત્રી પાસે આવતા બે મહિનામાં બે રસપ્રદ ડિજિટલ પ્રોજેક્ટ છે.

આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

પ્રાચીએ 2006 માં એકતા કપૂરની સિરિયલ ‘કસમ સે’ માં કામ કર્યું હતું. પ્રાચી આ સિરિયલથી ખૂબ પ્રખ્યાત થઈ હતી. આ પછી, 2008 માં, તેણે ફરહાન અખ્તરની ઓપોઝિટ ‘રોક ઓન’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી પ્રાચીએ લાઇફ પાર્ટનર, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ, બોલ બચ્ચન, આઈ મી ઔર મૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ALSO READ

Related posts

બીજાને માફ કરી દેવાને નબળાઈ નહીં, નમ્રતા કહેવાય, વાંચો તેનાથી સંબંધિત 5 મોટા પાઠ

Kaushal Pancholi

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel
GSTV