ટોયલેટમાં કપડા ઉતારીને મે એરહોસ્ટેસનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો

એક વ્યક્તિએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેણે એરપોર્ટનાં ટોયલેટમાં એક એરહોસ્ટેસ જેસ્ટાર સાથે રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ભાગી જવામાં સફળ થઈ હતી. કેસ ઓસ્ટ્રેલિયાનાં મેલબર્ન એરપોર્ટને છે. 26 વર્ષનાં આરોપી ગ્રેસન મર્ફીએ જાતીયતાના પ્રયાસનો ગુનો કબૂલ કર્યો છે.

ઘટના ગયા વર્ષે એપ્રિલમાં થઈ હતી. પીડિતા ફ્લાઇટમાં એરહોસ્ટેસ છે. આરોપીએ પોલીસને કહ્યું કે મે તેના કપડાં ઉતારીને એનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીએ આ પહેલા પણ એક વાર બાલીમાં આ જ રીતે એક સ્ત્રી પર હુમલો કર્યો હતો.

એટલું જ નહીં ટ્રાયલ દરમિયાન આરોપીએ જેલમાં પણ એક મહિલાને ખરાબ રીતે ટચ કર્યું હતું. આોરપીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તે ન્યુઝીલેન્ડનો રહેવાસી છે. સજા પછી તેને ઓસ્ટ્રેલિયાથી કાઢી નખવામાં આવશે. આરોપી ફ્લાઇટની રાહ જોવામાં એરપોર્ટ પર હતો. સવારે 5.15નો સમય હતો. ગ્રાહક સેવા ડેસ્ક પર કામ કરનાર મહિલા ટોયલેટ ગઈ કે તરત તેણે તેનું અનુકરણ કર્યું અને ટોયલેટમાં ઘુસી ગયો. પરંતુ એર હોસ્ટેસે બહાર નીકળી ભાગવામાં સફળ રહી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter