GSTV
Home » News » ”હું પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વિશે બોલું એટલે અમુક લોકોને કરન્ટ લાગે છે”

”હું પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વિશે બોલું એટલે અમુક લોકોને કરન્ટ લાગે છે”

૨૦૧૯ની લોક સભાની ચૂંટણીનો જંગ જાણે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકારણની શતરંજના અઠંગ ખેલાડી શરદ પવાર વચ્ચે જામ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. નરેન્દ્ર મોદી જાણે કોઇ ચોક્કસ અને રસહ્યમય રાજકીય ગણતરી સાથે તેમના રાજકીય ‘ગુરુ’ ગણાતા શરદ પવાર સામે તોપ તાકી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પીંપળગાંવ બસવંત દિંડોરી અને નાશિક બેઠક પર ભાજપ- શિવસેનાના પ્રચાર માટે આવ્યા હતાં.  નાશિક જિલ્લાના પીંપળગાંવ બસવંતની પ્રચાર સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને બરાબર સપાટામાં લીધી હતી. જો કે નરેન્દ્રમોદીએ શરદ પવારના નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વિશે બોલું કે તરત જ અમુક લોકોને કરન્ટ લાગે છે. મને ગાળો ભાંડવા લાગે છે. હવે પહેલા બે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે ત્યારે વિરોધ પક્ષોના પગતળેથી જમીન સરકવા લાગી છે. વિરોધ પક્ષોને નજર સામે કારમી હાર દેખાવા માંજી છે. બસ, એટલે જ તેઓ મારી વિરુદ્ધ એલફેલ આક્ષેપો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં થયેલા રક્તરંજિત શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભૂતકાળમાં ભારતમાં પણ લોહીયાળ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જોકે હવે ભારત સામે આંખ ઉંચી કરીને જોતાં પહેલા એક્સો વખત વિચાર કરવો પડે છે. ૨૦૧૪ પહેલા ભારતમાં બોમ્બ વિસ્ફોટ થતા ત્યારે તે વખતની સરકાર ફક્ત શોકસભાઓ કરીને સંતોષ માની લેતી. જગતભરમાં પાકિસ્તાનને ગાળો ભાંડતી.

જો કે આજે તે પરિસ્થિતિ બદલાઇ  ચૂકી છે. ઉગ્રવાદીઓને હવે બરાબર ભાન થઇ ગયું છે કે ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરીશું તો મોદી અમને પાતાળમાંથી પણ શોધી કાઢીને મારી નાખશે. અમે જર નીચી કે ઉંચી કરીને નહીં પણ આંખમાં આંખ મેળવીને જોઇશું. આજે ભારતનો પ્રત્યેક નાગરિક છાતી કાઢીને નિર્ભયતાથી ચાલે છે. વિશ્વભરમાં ભારતનો અને ભારતીયોનો જય જયકાર થાય છે. આ ચમત્કાર તમારા ફક્ત એક મતને કારણે થાય છે. નરેન્દ્ર મોદીએ દેશનાં મતદારોને આહવાન કરતાં કહ્યું હતું કે દેશની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની ચોકીદારી તમારા હાથમાં છે. તમારા આ ચોકીદારને વધુમાં વધુ મજબૂત બનાવવાનું કામ પણ તમારા હાથમાં જ છે. ભારતમાં ફરીથી મોદી સરકારની સત્તા આવશે તો મહારાષ્ટ્રના તમામ ખેડૂતોને શેતકરી સન્માન નિધિ યોજનાનો લાભ મળશે.

READ ALSO

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!