GSTV
Gujarat Government Advertisement

iPhone 13માં ફરીથી આપી શકાય છે ટચ આઈડી? અત્યાર સુધી આ જાણકારી આવી સામે

Last Updated on April 13, 2021 by Dhruv Brahmbhatt

iPhone 12ના લોન્ચ પછીથી જ ગ્રાહકો તેના નવા વર્ઝનની રાહ જોઇ રહ્યા છે. હવે iPhone 13ના લોન્ચ ડેટ નજીક આવી રહી છે. તો ચાલો જાણીએ તેના વિશે…

iPhone 13

MacRumorsના અહેવાલમાં કેટલાક ફિચર્સના ખુલાસા

iPhone 13 આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઇ શકે છે. તેના લોન્ચ પછી જ તેમાં આપવામાં આવેલા ફિચર્સ અંગે જાણી શકાશે. પરંતુ તેના પહેલા જ MacRumorsએ તેના અહેવાલમાં કેટલાક ફિચર્સના ખુલાસા કર્યા છે. તેના વિશે જાણીએ.

iPhone 13માં LTPO ડિસ્પ્લનો ઉપયોગ થઇ શકે છે. તેના પ્રો વર્ઝનમાં 120Hz રિફ્રેશ રેટ આપી શકાય છે. રિપોર્ટ મુજબ તેમાં LTPSનો ઉપયોગ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આઈફોનનો એક વેરિઅન્ટ ઓરેન્જ કલરમાં પણ આવી શકે છે. તે સિવાય તેમાં સ્ટેનલેસ સ્ટિલનો પણ ઉપયોગ કરી શકાય છે.

એન્ડ્રોઇડનો એક ફિચરનો ઉમેરો થઇ શકે છે

iPhone 13માં પોટ્રેટ મોડ ફોટો માટે શાનદાર કેમેરા આપી શકાય છે. આ ઉપરાંત તેના કેમેરામાં કોઈ ફેરફાર થાય તેની સંભાવના બહુ ઓછી છે. અહેવાલ મુજબ iPhone 13માં એન્ડ્રોઇડનો એક ફેમસ ફિચર ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપી શકાય છે.

iPhone 13

iPhoneમાં હવે ટચ આઈડીની જગ્યાએ ફેસ આઈડીનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે, આ નવા આઈફોનમાં ટચ આઈડીની વાપસી થઈ શકે છે. કોરોના મહામારીના કારણે લોકો માસ્કનો ઉપયોગ કરતા થયા છે. તેથી ફેસ આઈડીને ફેસ ઓળખવામાં તકલીફ થાય છે. તેના કારણે iPhone 13માં ટચ આઈડી પરત આવી શકે છે.

કેટલી હોઇ શકે છે કિંમત

iPhone 13ની કિંમત €780 (અંદાજે 70,000 રૂપિઆ) રાખવામાં આવી શકે છે. જ્યારે બીજી તરફ iPhone 13ના ટોપ વેરિઅન્ટની કિંમત €1,250 (અંદાજે 1,10,000 રૂપિયા) હોઇ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!