GSTV
India News Trending

ગોવામાં પ્રશાંત કિશોરના સંગઠન I PACના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા, ગાંજો પકડાતાં એક સભ્યની કરાઈ ધરપકડ

ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ માટે રણમેદાન તૈયાર કરવાનો પ્રયાસમાં જોડાયેલા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના સંગઠન I-PACના ઠેકાણાઓ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન પોરવોરીમ શહેરમાંથી પ્રશાંત કિશોરની કંપની I-PAC ના એક કર્મચારીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ગાંજો મળી આવ્યો હતો.

ધરપકડ કરાયેલ કર્મચારીની ઉંમર 28 વર્ષની

ગોવા પોલીસે શુક્રવારે પોરવોરિમના કેટલાય બંગલાઓમાં દરોડા પાડ્યા હતા. I-PAC દ્વારા અહીં 8 જેટલા મકાનો ભાડે આપવામાં આવ્યા છે. પોલિસે રેડ દરમિયાન જ I-PACના કર્મચારીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ કર્મચારીની ઉંમર 28 વર્ષની છે. પોલીસે તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગોવામાં ટીએમસી માટે રણનીતિ તૈયાર

ગોવામાં વિધાનસભાની ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. છેલ્લા અઢી વર્ષથી ટીએમસી માટે રણનીતિ તૈયાર કરી રહેલા પ્રશાંત કિશોર ગોવામાં પાર્ટીનું કામ સંભાળી રહ્યા છે. જો કે, થોડા દિવસો પહેલા પ્રશાંત અને ટીએમસી વચ્ચેના સંબંધોમાં ખટરાગ થયાના સમાચાર આવ્યા હતા. આ પહેલીવાર નથી કે પ્રશાંત કિશોરના કોઈ પક્ષ સાથેના સંબંધોમાં તિરાડ પડી હોય.

પ્રશાંત અને મમતા વચ્ચે શા માટે અણબનાવ?

તાજેતરમાં, મમતા સરકારમાં મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્ય એ દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી “વન મેન વન પોસ્ટ” ને લઈને કેટલીક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ અંગે તેમની પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ટીએમસીએ ગયા વર્ષે જૂનમાં વન મેન વન પોસ્ટ પહેલ શરૂ કરી હતી. પછી I-PAC કંપનીએ પણ તેની મંજૂરી આપી અને ઘણા યુવા કાર્યકરોએ તેને ટેકો આપ્યો. ત્યારબાદ સીએમ મમતા બેનર્જીએ પણ તેની તરફેણ કરી હતી. પરંતુ તે પછી જ્યારે કલકત્તા નગર નિગમની ચૂંટણી માટે ફિરહાદ હકીમને ટિકિટ આપવામાં આવી ત્યારે મમતા બેનર્જીએ તેનું સમર્થન કર્યું. જેને પગલે પાર્ટીની અંદર જ વન મેન વન પોસ્ટના દાવાને લઈને સવાલો ઉભા થયા.

I-PAC એ સ્પષ્ટતા આપી

આ વિવાદ પર I-PACએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. I-PACએ કહ્યું હતું કે તેઓ કોઈપણ નેતાની ડિજિટલ પ્રોપર્ટીનો ઉપયોગ કરતા નથી. જે કોઈ પણ આવા દાવા કરી રહ્યા છે, તેમને કાં તો ખબર નથી અથવા તો તે ખોટું બોલી રહ્યો છે. સાથે જ એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે તે બંગાળની ચૂંટણી પહેલા જ એક્ટિવ હતા. બાદમાં તમામ પાસવર્ડ પાર્ટીને સોંપી દેવામાં આવ્યા હતા અને દરેક નિર્ણય પાર્ટી પોતે જ લેતી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV