GSTV
Home » News » જાડેજાનું Tweet લેખે લાગ્યું, ઔડાના અધિકારીઓ દોડતા થઈ ગયા

જાડેજાનું Tweet લેખે લાગ્યું, ઔડાના અધિકારીઓ દોડતા થઈ ગયા

સામાન્ય વરસાદ બાદ અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, ત્યારે આ અંગે સામાન્ય માણસ અનેક વખત ફરિયાદ કરે છે પરંતુ ઔડાના અધિકારીઓ તેને અવગણે છે. પરંતુ આજે ભાજપના વરિષ્ઠ નેતા આઈકે જાડેજાએ અમદાવાદના રસ્તાઓનો સાચો ચિતાર દર્શાવતું ટ્વિટ કર્યું અને ગણતરીની કલાકોમાં જ ઔડાના અધિકારીઓ દોડતા થયા અને જે રસ્તા અંગે મંત્રીશ્રીએ ટ્વિટ કર્યુ હતું તેનું સમારકામ શરૂ થઈ ગયું હતું. ત્યારે સવાલ થાય કે શું કોઈ મંત્રી કે નેતા અને તે પણ ભાજપના જ મંત્રી કે નેતા લોકોને પડતી હાલાકી અંગે આંગળી ચિંધશે તો જ ઔડાના અધિકારીઓ કામ કરશે.

સામાન્ય વરસાદ બાદ અમદાવાદ ખાડાબાદ બની જાય છે, પરંતુ સામાન્ય માણસને આવા રોડ પર જવાની ફરજ પડી રહી છે કારણ કે તેઓને પડતી મુશ્કેલી અંગે તેઓ અનેક વખત, મીડિયાના માધ્યમથી ઔડાના અધિકારીઓને જણાવે છે. પરંતુ ઔડાના અધિકારીઓના બહેરા કાને સામાન્ય લોકોની વાત સંભળાતી જ નથી. ત્યારે શું લોકોને પોતાની સમસ્યા કે તકલીફને ઔડાના અધિકારીઓ સુધી પહોંચાડવા માટે ભાજપના મંત્રીઓનો જ સહારો લેવો પડશે.

તો બીજો સવાલ તે પણ થાય કે જાડેજા સાહેબે ટ્વિટ કરી બોપલના રસ્તાઓની સમસ્યા દેખાડી અને તંત્ર દોડતું પણ થયું, જે બાદ બીજું ટ્વિટ કરી ઔડાના અધિકારીઓની કામગીરીની પ્રશંસા પણ કરી તો શું આ માત્ર દેખાડો જ હતો કે પછી તેમના ટ્વિટથી મુદ્દો ગરમાયો જે બાદ કોઈના દબાણથી ઔડાના અધિકારીઓની પ્રશંસા કરતું અન્ય ટ્વીટ પણ તેઓએ કરવું પડ્યું હતું.

READ ALSO

Related posts

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!