GSTV
Home » News » ધ્વજવાહક હોવાના કારણે આ ખેલાડી પર મેડલ જીતવાનું હતું વધુ દબાણ

ધ્વજવાહક હોવાના કારણે આ ખેલાડી પર મેડલ જીતવાનું હતું વધુ દબાણ

આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં એક પછી એક બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જેવલિન થ્રો એથલીટ નીરજ ચોપડાએ કહ્યું કે જકાર્તામાં દેશના ધ્વજવાહક હોવાના કારણે તેના પર મેડલ જીતવા માટે વધારે દબાણ હતું. નીરજને જકાર્તા એશિયન ગેમ્સમાં તેના 88.06 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોની સાથે ગોલ્ડ મેડલ પર હક્ક જમાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેણે આઇએએએફ કોંટિનેંટલ કપમાં ભાગ લીધો હતો.

નીરજે સ્વદેશ પરત ફર્યા પછી અહીંયા સ્પોર્ટ્સ એજેન્સી ડ્રીંક ગેટોરેજ કંપની દ્વારા આયોજીત સમ્માન સમારોહ દરમિયાન  કહ્યું હતું કે, ‘‘દરેક ખેલાડીઓનું સપનું હોય છે કે તેઓ દેશનું રાષ્ટ્રગીત વિદેશોમાં ગુંજે. મારૂ પણ સપનુ હતું અને આ સપનું ત્યારે પુરૂ થયું જ્યારે મેં ત્યાં આપણા દેશ માટે મેડલ જીત્યો. આ સાથેસાથે મેં એશિયન ગેમ્સમાં આપણા દેશનો ધ્વજવાહક હતો અને આ કારણે મારા ઉપર મેડલ જીતવાનું વધારે દબાણ હતું.’’

હરિયાણાના પાનીપત જિલ્લામાં રહતો નીરજ એશિયન ગેમ્સમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથલીટ છે. આ પહેલા ગુરતેજ સિંહએ 1982માં એશિયન ગેમ્સમાં ભારત માટે ઘણી સ્પર્ધામાં બ્રોન્સ મેડલ જીત્યા હતા.તેણે કહ્યું હતું કે, ‘‘જ્યારે અમે મેદાનમાં ઉતરીએ છે, ત્યારે અમને એવું લાગે છે કે અમે બીજી દુનિયામાં આવી ગયા છીએ. ટ્રેનિંગ તો દરેક ખેલાડી કરે છે. પરંતુ દરેકનો પોતાનો એક દિવસ હોય છે. આ બધી જ વાતો ઉપરાંત દેશ માટે મેડલ જીતવાનું પેશન પણ હોય છે અને આજ પેશન તમને સફળતા અપાવે છે.

અત્યાર સુધીની પ્રવાસ વિષે પુછવા પર નીરજે કહ્યું હતું કે, ‘‘મેં 2011માં આ રમત રમવાનું શરૂ કહ્યું હતું અને તેના એક વર્ષ પછી મેં અંડર-16માં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી મને રાષ્ટ્રીય કેંપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે મેં વિતેલા દિવસોને યાદ કરું છું તો માત્ર એટલું જ વિચારું છું કે આજે હું જે પણ છું તેના વિષે મેં ક્યારે પણ વિચાર્યુ ન હતું.’’

20 વર્ષના યુવા એથલીટ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત એશિયાઇ ચેમ્પિયનશિપ (2017), દક્ષિણ એશિયન ગેમ્સ (2016) અને વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપ (2016)માં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચુક્યો છે.

Related posts

મેદાન પર જ નહી સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’ છે કોહલી, સચિન-ધોની પણ છૂટ્યાં પાછળ

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!