GSTV
Home » News » મારી પાસે વિદેશમાં બેનામી સંપત્તિ હોવાનું વિપક્ષ પુરવાર કરી બતાવે : મોદીનો ખુલ્લો પડકાર

મારી પાસે વિદેશમાં બેનામી સંપત્તિ હોવાનું વિપક્ષ પુરવાર કરી બતાવે : મોદીનો ખુલ્લો પડકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું મહામિલાવટી ગઠબંધનને ખુલ્લો પડકાર આપુ છું કે મારી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવા કરતા હું જે પડકાર ફેંકુ છું તેને સ્વીકારીને મારી સાથે ચર્ચા કરવા તૈયાર થઇ જાવ.

મોદીએ બાદમાં કહ્યું હતું કે હું વિપક્ષને પડકાર ફેંકુ છું કે તેઓ મારી પાસે વિદેશમાં બેંકોમાં નાણા હોવાનું પુરવાર કરી બતાવે. મોદીએ કહ્યું હતું કે મહા મિલાવટને મારી ઓપન ચેલેંજ છે, તેઓ એ પુરવાર કરી બતાવે કે મારી પાસે વિદેશમાં કોઇ પણ બેનામી સંપત્તી છે. કે પછી વિદેશી બેંકોમાં નાણા રાખ્યા હોય. મે ક્યારેય ધનવાન બનવાના સપના નથી જોયા કે હું ક્યારેય ધનવાન નથી બનવા માગતો.

pm modi bhadohi rally

મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધી હતી જે દરમિયાન તેમણે પુલવામા હુમલો અને તે બાદ ભારતીય એરફોર્સે જે એરસ્ટ્રાઇક કરી તેને લઇને પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે હાલ મુશ્કેલી એ છે કે આતંકવાદ વિરુદ્ધની અમારી લડાઇને કોંગ્રેસે નબળી પાડી દીધી છે. કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં હિંદુ આતંકવાદની થીયરી આપી દીધી, આ થીયરી આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ મહામિલાવટીયાઓએ સત્તા માટે દેશને લૂટયો છે જનતાના પૈસાની લૂટ ચલાવી છે.

મોદીએ પોતાની જાતીનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ મને પૂછે છે કે મારી જાતી કઇ છે. મે અનેક ચૂંટણીઓ લડી છે જોકે ક્યારેય પોતાની જાતીનો સહારો નથી લીધો. હું ભલે ઓબીસી જાતીમાં જન્મ્યો હોય પણ મારુ લક્ષ્ય પુરા દેશને દુનિયામાં આગળ લઇ જવાનું છે.

મોદીએ બાદમાં સપા અને બસપા પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ મહામિલાવટીયા જ્યારે સત્તામાં હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં ગૂંડારાજ હતું પણ તેમની સામે કોઇ જ કાર્યવાહી ન કરી અને હવે તેઓ આતંકવાદ સામે લડવાની વાતો કરે, જે લોકો ગૂંડા તત્વો સામે ન લડી શકે તેઓ આતંકીઓ સામે કેમ લડશે?

Read Also

Related posts

કાશ્મીરને લઈને પાકિસ્તાનનું નાક ફરી કપાયુ, ફ્રાંસે કહ્યુ: આ એક દ્વિપક્ષીય મામલો

Mansi Patel

ઝાંબીયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લૂંગુ ભારતની ત્રણ દિવસની મુલાકાતે, બંને દેશો વચ્ચે થશે અનેક કરાર

Mansi Patel

મંદિરમાં બિરાજમાન રામલલા સગીર છે, તેમની સંપત્તિ ન તો વેચી શકાય કે ન છીનવી શકાય : રામલાલાના વકીલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!