અલ્પેશ ઠાકોર રાહુલને મળી આવ્યા પણ મનની મનમાં રહી ગઈ, આ સાફ કહી દેવાયું

લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં તડા પડવા લાગ્યા છે. એક તરફ સિનીયર નેતાઓ છે તો બીજી તરફ નવોદિત્ત નેતાઓને પદ માટેની લાલસા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. આ વચ્ચે ખબરો આવી છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસના ઉપનેતા બની શકે છે. દિલ્હીના હાઈકમાન્ડે અલ્પેશને બોલાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. જ્યાર અલ્પેશે ઠાકોરે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમે જે માગો તો પદ પર કામગીરી આપીશ.

અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મેં આજે મારી વાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરી છે. રાહુલ ગાંધીએ મારી વાત સાંભળ્યા બાદ આશ્વાસન આપ્યું છે કે હાલ તમે બિહારની કામગીરી સંભાળો બાદમાં હું તમને તમે કહેશો તે પદ પર કામગીરીનો મોકો આપીશ. રાહુલ ગાંધી સાથે આ મુદ્દે ફરીવાર હું મુલાકાત કરીશ. મારી નારાજગી કોંગ્રેસથી નહીં પણ કોંગ્રેસની કાર્યપધ્ધતિ સામે છે. આ સંજોગોમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે મીટીંગ મળી હતી જેમાં શૈલેષ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસમાં મચ્યો હતો કકળાટ

હાઈકમાન્ડે તો એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. એક તો શૈલેષ પરમારને ઉપનેતાના પદેથી હટાવશે અને બીજુ એ જ જગ્યા અલ્પેશ ઠાકોરને મળશે. એટલે કે અસંતુષ્ટ નેતાઓ માટેની પણ કામગીરી થશે. બીજુ કે સહપ્રભારી પદેથી અલ્પેશને હટાવી હાઈકમાન્ડે કામગીરી કરી હોવાનું પણ કોંગ્રેસ કહી શકશે. આમ જૂથવાદ ઠારવા દિલ્હીમાં કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપમાં જોડાવાની હોવાની વાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ખુદ સિનિયર નેતાઓ જ પક્ષથી નારાજ છે. ત્યારે કોંગ્રેસના કકળાટમાં બળતામાં ઘી હોમવાનું કામ ભાજપે કર્યું હતું અને દૂરથી ઉભા રહી મઝા લીધી હતી. અલ્પેશ ઠાકોર અંગે નીતિન પટેલે નામ લીધા વિના નિવેદન આપી કોંગ્રેસમાં ફેલાયેલા કકળાટને ઘેરો કર્યો હતો. જેના કારણે હાલ અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું. અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ઉપરથી ગુજરાતના ઠાકોરો પર તેમનું વર્ચસ્વ હોવાથી લોકસભાની ચૂંટણીમાં તે કોંગ્રેસને કામ આવી શકે છે, પરંતુ કેટલાક સમયથી કોંગ્રેસ મધપૂડાની માખીઓ જેવું કામ કરી રહી છે.

નીતિન પટેલના નિવેદનથી…

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો હતો પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં આંતરિક કલહ મામલે મોટો ખુલાસો કર્યો હતો. નીતિનભાઈનો ઇશારો એ તરફ છે કે, કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને ભાજપ લોકસભા પહેલાં ખેંચી શકે છે. નીતિનભાઈનું વિનેદન એટલા માટે સૂચક છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં કેટલાક ધારાસભ્યો સાથે જોડાય તેવી હવા ઉઠી હતી.

આ દરમિયાન નીતિનભાઈના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી હતી. કોંગ્રેસનો ભૂતકાળ જ તૂટવાનો રહ્યો છે. શંકરસિંહથી લઇને બાવળિયા તેનું તાજું ઉદાહરણ છે. ભાજપની આ પંરપરા રહી છે કે, ભાજપ જીતવા માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે. ભાજપે અગાઉ પણ કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં સ્થાન આપ્યું છે. અલ્પેશ ઠાકોર મામલે નીતિનભાઈએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ કામ સંગઠનનું છે. જેઓ તે કાર્યવાહી કરી શકે છે. ભાજપમાં જોડાવા ઇચ્છતા તમામનું સ્વાગત, નીતિનભાઈએ અસંતુષ્ટોને આપ્યું ખુલ્લેઆમ આમંત્રણ આપી દીધું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter