GSTV

માસિક સમયે મને સ્તનમાં દુખાવો થાય છે ,શું હું આઠમા દિવસે જાતીય સુખથી ગર્ભવતી બનીશ?

હું 20 વર્ષીય કોલેજિયન યુવતી છું. મને માસિક આવે તેના પહેલાં સ્તનમાં દુખાવો ચાલુ થઈ જાય છે. અને સ્તન કડક થાય છે અને સ્તનમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. માસિક બંધ થાય તે પછીથી સ્તન નોર્મલ થઈ જાય છે. શું મને સ્તન કેન્સર થઈ શકે છે. કે પછી સ્તન કેન્સરની આ ગાંઠ હશે?

સ્તનના ચોક્કસ ભાગમાં પ્રવાહીના ભરાવાને કારણે આમ થઈ શકે

જવાબઃ આ ઉંમરની ઘણી યુવતિઓને આવી સમસ્યા જોવા મળે છે. તબીબી ભાષામાં આ સમસ્યાને સાઈક્લિકલ માસ્તાલજીઆ કહે છે. આ સમસ્યાને કેન્સર સાથે કશું પણ લાગતું વળગતું નથી. સ્તનના ચોક્કસ ભાગમાં પ્રવાહીના ભરાવાને કારણે આમ થઈ શકે છે. જો કે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તમે તમારા ડોક્ટરની સલાહ લો. ડોક્ટર તમને યોગ્ય દવા સૂચવી શકશે. સ્તનના ભાગમાં માસિક સમયના દુખાવો નોર્મલ ન થાય ત્યાં સુધી વધુ પ્રમાણમાં ચા-કોફી પીઓ નહીં. તેમ જ આ દિવસોમાં યોગ્ય સાઈઝની ઢીલી બ્રા પહેરવાનું રાખો. વધુ પડતી ટાઈટ બ્રા પહેરવાથી પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જો ઘરમાંજ રહેવાનું હોય તો સાવ લૂઝ કપડાં પહેરવા. અને સ્તનના યોગ્ય સાઈઝની કપ બ્રા પહેરો.

માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું, શું હું ગર્ભવતી બનીશ

મારું માસિક અનિયમિત છે અને હું 25 વર્ષની યુવતિ છું. તબીબી પરીક્ષણ કરાવતા જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ (પીસીઓડી) છે. ચાર મહિનાથી હું હોમિયોપેથી દવાઓ લઉં છું. આ પછી મારું માસિક નિયમિત બન્યું છે. એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી હતી અને આ કોર્સ પૂરો થયા પછી માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું. શું ગર્ભવતી બની શકું છું?

અનિયમિત માસિક હોય તેમને ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા

જવાબઃ અનિયમિત માસિક હોય તેમને ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા છે. જો તમારા લગ્ન ન થઈ ગયા હોય તો કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની સહાય વિના સમાગમ કરવાનું કામ જોખમી તો કહેવાય જ. ”સલામત દિવસો” માત્ર ભ્રામિક છે. હકીકતમાં એ સલામત છે એવા કોઈ પુરાવા નથી. કેટલીક વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવંત રહી શકે છે. સમય ગુમાવ્યા વિના કોઈ સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ.

મારે પ્રેમી અને માતા પિતાને દુઃખી કરવા નથી, હું લગ્નનો નિર્ણય કેવી રીતે લઉં

મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે. અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે. મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું?

પ્રેમ લગ્નની ઉતાવળ ના કરો, સમયને નિર્ણય લેવા દો

જવાબઃ તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો. હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો, ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો. જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો. બંને પરિવાર સાથે મળીને યોગ્ય નિર્ણય લઈ શકશે. પ્રેમની આંધીમાં ક્યારેક ખોટા નિર્ણયો ન લેવાઈ જાય તે જોજો. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. ક્યારેક પ્રેમના અતિરેકમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય તો મા બાપ સહિત બધાને તમે દુખી કરશો. જો તમારો પ્રેમ ટકે તો વાંધો નહીં. પરંતુ જો પ્રેમ લગ્ન પછી પતિ સાથે અણબનાવ થયો તો તમે એકેય બાજુના નહીં રહો. તમારા માટે સમયને પસાર થવા દો એ જ મોટો નિર્ણય હશે.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva

ચીન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નેવીએ મરીન કમાન્ડોને લદ્દાખના પેંગોંગ લેક ખાતે કર્યા તૈનાત

Nilesh Jethva

રાજસ્થાન સરકારે ખાનગી લેબમાં થતા RTPCR ટેસ્ટને લઈને લીધો મોટો નિર્ણય, સામાન્ય લોકોને થશે મોટો ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!