GSTV
Home » News » રાહુલ બાદ મમતા દીદીને પણ આપવું હતું રાજીનામું, જોકે આ લોકોએ તેમને અટકાવ્યા

રાહુલ બાદ મમતા દીદીને પણ આપવું હતું રાજીનામું, જોકે આ લોકોએ તેમને અટકાવ્યા

Mamata Banerjee resign

તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ લોકસા ચૂંટણીમાં પાર્ટીના નબળા દેખાવની જવાબદારી લઇ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે પક્ષે તેમની આ ઓફરને ફગાવી દીધી છે. 

પરિણામ પછી પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મમતા બેનર્જીએ ભાજપ પર દેશની પ્રજાને ધર્મના નામે વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. બેનર્જીએ જણાવ્યું હતું કે તૃણમુલની આંતરિક બેઠકમાં મેં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી પણ પક્ષે આ ઓફર ફગાવી દીધી છે અને તેથી મને મુખ્યપ્રધાન પદે ચાલુ રહેવું પડશે. 

મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ભાજપની પ્રચંડ બહુમતી સામે અનેક શંકાઓ ઉદ્ભવે છે. અનેક રાજ્યોમાં વિરોધ પક્ષોનો સંપૂર્ણ સફાયો થઇ જવો આશ્ચર્યજનક બાબત છે. કોઇ ગોઠવણ થઇ હોવાની અને વિદેશી શક્તિઓની સંડોવણી નકારી શકાય નહીં. 

Bharati Ghosh

આ દરમિયાન તૃણમુલના સ્થાનિક નેતાઓએ પક્ષના કંગાળ દેખાવ માટે પક્ષના ટોચના હોદ્દેદારોના અહંકારી સ્વભાવને જવાબદાર ઠેરવ્યો છે. જો તૃણમુલના વોટશેરમાં ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં વધારો થયો છે. ૨૦૧૪માં તૃણમુલનો વોટશેર ૩૯ ટકા હતો જે વધીને ૪૩ ટકા થયો છે. આ વખતે ભાજપે પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૧૮ બેઠકો જીતી લીધી છે. ૨૦૧૪ની સરખામણીમાં તેનો વોટશેર ૧૭ ટકાથી વધીને ૪૦.૫ ટકા થયો છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!