પોતાની છવિ અંગે કોહલીએ કહ્યું, લોકોને જણાવવાની જરૂર નથી હું કોણ છું

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની જાહર છવિને લઇને લોકો વચ્ચે બનેલી ધારણાને લઇને પરેશાન નથી. કોહલીને જ્યારે વર્ષોથી લોકો વચ્ચે બનેલી તેની છવિ વિશે તેમનો દ્રષ્ટિકોણ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, હું શું કરૂ છું કે હું શું વિચારુ છું, હું બેનર લઇને દુનિયાને તે નથી જણાવવાનો કે હું આવો છું અને તમારે મને પસંદ કરવાની જરૂર છે. આ પ્રકારની વસ્તુઓ બહાર હોય છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટની પૂર્વ સંધ્યાએ જણાવ્યું કે, તેના પર મારુ કોઇ નિયંત્રણ નથી. આ વ્યક્તિગત પસંદ છે કે તમે કોઇ વસ્તુ પર ધ્યાન આપવા માગો છો. મારુ ધ્યાન ટેસ્ટ મેચ પર છે, ટેસ્ટ મેચ જીતવા અને ટીમ માટે સારુ પ્રદર્શન કરવા પર છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, લોકો તેમના વિશે કોણ શું કહી રહ્યું છે તેના વિશે તેને જાણ નથી પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તે તેના દ્રષ્ટિકોણનું સન્માન કરે છે.

મણે કહ્યું કે, મને આવી કોઇ ખબર કે લોકોએ તેના વિશે શુ કહ્યું તેના વિશે કોઇ જાણકારી નથી કારણ કે મને તેનાથી ફરક નથી પડતો. સૌકોઇને પોતાના દ્રષ્ટિકોણ રાખવાનો અધિકાર છે અને હું તેનું સન્માન કરુ છું. હું ફક્ત સારા ક્રિકેટ અને અમારી ટીમને વિજયી બનાવવો પ્રયાસ કરુ છું.

ઓસ્ટ્રેલિયાઇ મિડિયાના એક વર્ગે તેને સીરીઝના ખલનાયક તરીકે રજૂ કર્યો અને ત્યાં સુધી કે પ્રશંસકોનું વલણ પણ એવું જ હતું. પરંતુ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ તેને ભદ્રજન ગણાવ્યો હતો. કોહલીએ આ અંગે જણાવ્યું કે તેઓ જે કરે છે તેને લઇને તેમણે કોઇને સ્પષ્ટતા આપવાની જરૂર નથી. તેમણે મારી સાથે પૂરતો સમય પસાર કર્યો છે કે તેઓ જાણી શકે કે હું કેવો વ્યક્તિ છુ. જે લોકો મને જાણે છે તેને તમને પૂછી શકો છો. હું પોતે જ આ સવાલનો જવાબ ન આપી શકું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter