GSTV
Home » News » અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેના સંબંધોને આ કપૂરે કર્યો સ્વીકાર, મને કોઇ વાંધો નથી

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેના સંબંધોને આ કપૂરે કર્યો સ્વીકાર, મને કોઇ વાંધો નથી

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેના સંબંધોની ચર્ચા વેગ પકડી રહી છે. અરબાઝ થી છૂટી પડેલી મલાઇકા હવે તો બિનધાસ્ત જાહેરમાં અર્જુન સાથે હાથમાં હાથ પરોવી જોવા મળે છે. બન્નેએ સાથે મળીને અંધેરીના લોખંડવાળા કોમ્પલેક્સમાં એક ઘર પણ લીધું છે જેનું ઇન્ટિરિયર ચાલી રહ્યું છે. આ પરથી બન્ને લિવઇન રિલેશનશિપમાં રહેવાના છે તેવી ધારણા પણ છે. જોકે કપૂર પરિવારને આ સંબધથી કોઇ વાંધો નથી. ઉપરાંત આ યુગલે પણ પોતાના પ્રેમનો એકરાર જાહેરમાં કર્યો નથી.

અર્જુન જ્યાં સુધી ખુશ છે ત્યાં સુધી મને કોઇ વાંધો નથી

જગજાહેર છે કે, મલાઇકા અર્જુન કરતાં વયમાં મોટી છે, તે એક વયસ્ક પુત્રની માતા પણ છે. છતાં  તે અર્જુનના પ્રેમમાં  હોવાનું કહેવાય છે.  જોકે બન્નેએ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી. તાજેતરમાં એક શોમાં અનિલ કપૂરને અર્જુન અને મલાઇકાના સંબંધ વિશે પુછવામાં આવ્યું હતું. અનિલ કપૂરે કહ્યું હતું કે, અર્જુન જ્યાં સુધી ખુશ છે ત્યાં સુધી મને કોઇ વાંધો નથી. આ તેમની અંગત મેટર છે પરંતુ અમારા પરિવારમાં સહુ કોઇની ખુશીને મહત્વ આપવામાં આવે છે.

બોનીએ અર્જુનને મલાઇકા સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો

 ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરબાઝ થી છૂટી નહોતી પડી ત્યારે સલમાન અને અર્જુનના પિતા બોનીએ અર્જુનને મલાઇકા સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. પરંતુ અર્જુન પર કોઇ અસર થઇ નહીં. આ ઉપરાંત મલાઇકા સાથેના સંબંધને કારણે સલમાન અર્જુન પર વિફર્યો હતો અને તેણે પણ તેની સાથે બોલચાલ બંધ કરીને દુશ્મની બાંધી બેઠો. કહેવાય છે કે સલમાન અર્જુનથી નારાજ હોવાથી અર્જુનને ટોચના બેનરોની ફિલ્મોની ઓફર મળતી બંધ થઇ ગઇ છે.

Related posts

બાલવીરનાં બાળ કલાકાર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં થયું મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

Path Shah

રણવીરને છોડીને આ ખાસ વ્યક્તિ સાથે દીપિકા પાદુકોણે શેર કર્યો આ ફોટો, તમે જોયો કે નહીં

Kaushik Bavishi

TikTok: અભિનેતા એઝાઝ ખાનની કરાઈ ધરપકડ, વિડિયો દ્રારા નફરત ફેલાવવાનો આરોપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!