GSTV

“હું જે છું તે જ છું અને ભવિષ્યમાં પણ એ જ રહીશ જે બનવાની છું” : ઉર્ફી જાવેદ

Last Updated on January 12, 2022 by GSTV Web Desk

ફેશન ડીવા ઉર્ફી જાવેદના સૂર બદલાયેલા જણાઈ રહ્યા છે. હાલ તે પોતાના સ્ટાઈલિશ કપડાંના કારણે ઓછી અને બેખોફ અંદાજના કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તે હાથમાં ગીતા અને ‘જાવેદ અખ્તર’ના નામની ટીશર્ટ પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. હજુ લોકો આ ફોટો ભૂલ્યા પણ નહોતા ત્યાં ઉર્ફીએ એક સ્ટ્રોન્ગ મેસેજ શેર કર્યો છે જેમાં તેણે ધર્મના નામે હિંસા આચરનારાઓને મેસેજ પાઠવ્યો છે.

ઉર્ફીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું હતું કે, ‘જો તમે હિંદુ હોવાના કારણે હિંદુને નફરત કરતાં હોવ તો હું એક હિંદુ છું. જો તમે મુસ્લિમ હોવાના કારણે નફરત કરતાં હોવ તો હું એક મુસ્લિમ છું. જો તમે લોકોને તેના જન્મના આધાર પર નીચી જાતિના તરીકે ઓળખ આપતા હોવ તો હું એક દલિત છું. હું એ વ્યક્તિ છું જેને તમે નફરત કરો છો. મારૂં અસ્તિત્વ રહેશે. હું હંમેશા રહીશ. મનની શાંતિ માટે તમારે પોતે જ બદલાવું પડશે. હું જે છું તે જ છું અને ભવિષ્યમાં પણ એ જ રહીશ જે બનવાની છું. તેના સાથે શાંતિથી રહો અથવા પોતાની નફરતની આગમાં ઘૂંટાતા રહો. હું આ જ રહીશ.’

ભગવદ ગીતા વાંચી રહી છે ઉર્ફી :

ઉર્ફીનો આ મેસેજ કોના માટે છે અને કયા સંદર્ભે છે તેનો હાલ અંદાજો નથી આવી રહ્યો. તે અગાઉ પણ ધર્મને લઈ નિવેદન આપી ચુકી છે. તેણે કહ્યું હતું કે, તે એક કંઝર્વેટિવ મુસ્લિમ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેમ છતાં તે મુસ્લિમ યુવક સાથે લગ્ન નથી કરવા માગતી. ઉર્ફીએ એમ પણ કહ્યું હતું કે, હાલ તે ભગવદ ગીતા વાંચી રહી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તે ઈસ્લામમાં વિશ્વાસ નથી રાખતી અને કોઈ પણ ધર્મ ફોલો નથી કરતી. માટે તે કોને પ્રેમ કરશે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. આપણે એના સાથે જ લગ્ન કરવા જોઈએ જે આપણને પસંદ હોય.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!