GSTV

મારી રાજકારણમાં બહુ ઓળખાણ છે, રાતોરાત બદલી કરાવી નાખીશ : પોલીસે પાવર દેખાડ્યો

સુરતની પુણા પોલીસ ગતસાંજે કાંગારૂ સર્કલ પાસે વાહન ચેકીંગ કરતી હતી ત્યારે એક મોટરસાયકલ ચાલક રત્નકલાકારને અટકાવી દસ્તાવેજો અને પીયુસી માંગતા તેણે પીયુસી ન હોય પોલીસ સાથે ગાળાગાળી કરી ભાગવા પ્રયાસ કર્યો હતો. એક લોકરક્ષકે તેને પકડવા પ્રયાસ કરતા તેણે લોકરક્ષકનો કોલર પકડી ધમકી આપી હતી કે મારી રાજકારણમાં બહુ ઓળખાણ છે, રાતોરાત બદલી કરાવી નાખીશ. જોકે, પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક રણછોડભાઈ વાલાભાઈ અને અન્યો ગતસાંજે કાંગારૂ સર્કલ પાસે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે મોટરસાયકલ નં.GJ-05-PF-2530 ઉપર એક યુવાન આવતા તેને અટકાવી દસ્તાવેજો અને પીયુસી માંગતા તેણે પીયુસી ન હોય પોલીસ સાથે ગાળાગાળી કરી કહ્યું હતું કે મને તમે જ તાત્કાલિક પીયુસી કાઢી આપો.

આમ કહી તેણે ભાગવા પ્રયાસ કરતા રણછોડભાઈએ તેને પકડવા પ્રયાસ કર્યો તો યુવાને રણછોડભાઈના યુનિફોર્મનો કોલર પકડી ધક્કો મારી પાડી નાખ્યા હતા. આથી તેમને હાથમાં ઈજા થઇ હતી. અન્ય પોલીસકર્મીઓ દોડી આવતા તેણે ધમકી આપી હતી કે મારી રાજકારણમાં બહુ મોટી ઓળખાણ છે, હું તમારી રાતોરાત બદલી કરાવી નાખીશ. તમને દંડ વસુલ કરવાની કોઈ સત્તા નથી.હું આ ચાલ્યો થાય તે કરી લો.

જોકે, પોલીસે તેને ઝડપી લઇ પુણા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેની ઓળખ રત્નકલાકાર ધર્મેન્દ્ર ગદાભાઈ બલદાણીયા (ઉ.વ.28) (રહે. 467, ધ્રુવ પાર્ક સોસાયટી, ગોડાદરા. લીંબાયત, સુરત) તરીકે થઇ હતી. વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.રોહિત કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!