GSTV

હું ચૂંટણી લડવા પર અડગ છું : રેશમા પટેલ

Last Updated on March 19, 2019 by Mayur Vora

માણાવદરની શુભેચ્છા મુલાકાતે આવેલા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. નોંધનીય છે કે 2 દિવસ પહેલા રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આડકતરી રીતે અપક્ષમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.

રેશ્મા પટેલે ભાજપને રામ રામ કહ્યા બાદ જણાવ્યું હતું કે, મને કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ, પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે. હાલ મેં ચૂંટણીને લઇને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે.

રેશ્માએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સીધા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, BJPને પાડવા માટે એક થઈને લડવું પડશે. ભાજપ હંમેશાં પોતાનું ધાર્યું કરતો પક્ષ છે. તે હંમેશાં મહિલાઓ સાથે અન્યાય કરે છે.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!