GSTV
India News ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી પદ નહીં છોડું: પક્ષને ખાતર હું એક, બે કે ત્રણ હોદ્દા પણ સંભાળવા તૈયાર-ગેહલોત

કોંગ્રેસના પ્રમુખપદે બેસવા માટે અશોક ગેહલોતે તૈયારી બતાવી છે પણ ગેહલોત રાજસ્થાનનનું મુખ્યમંત્રીપદ છોડવા પણ તૈયાર નથી. ગેહલોતે પોતે એલાન કર્યું છે કે, હું કોંગ્રેસ પ્રમુખ બનીશ તો પણ થોડો સમય રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહીશ. ગેહલોત દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા પછી તેમણે પોતાની ઓફર આપી હતી.

ગેહલોતનું કહેવું છે કે, પક્ષને ખાતર હું એક, બે કે ત્રણ હોદ્દા પણ સંભાળવા તૈયાર છું. મારે કોંગ્રેસની સેવા કરવાની છે તેથી મારો ઉપયોગ થઈ શકે ત્યાં હું જવા તૈયાર છું. મારા માટે હોદ્દા મહત્ત્વના નથી. મારું ચાલે તો કોઈ પણ હોદ્દા પર ના રહું અને રાહુલ ગાંધી સાથે રસ્તા પર ઉતરીને ફાસીવાદી તાકાતો સામે મોરચો ખોલું.

ગેહલોતની વાતથી હાઈકમાન્ડ મૂંઝાયું છે. રાહુલ ગાંધી 23 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રામાંથી વિરામ લઈને દિલ્હી આવે પછી સોનિયા ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા કરશે. સોનિયા ગાંધીએ 20 સપ્ટેમ્બરે સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલને કેરળથી બોલાવીને ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

Gujarat Election : VIP રેલીઓમાં ડ્રોન વિરોધી બંદૂકો તૈનાત કરવામાં આવશે, પીએમની રેલીમાં આવી ઘટના બની

Nakulsinh Gohil

ભારત જોડો યાત્રામાં જોડાઈ અભિનેત્રી સ્વરા ભાસ્કર, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પદયાત્રામાં થઇ સામેલ

Siddhi Sheth

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

Padma Patel
GSTV