GSTV

ખબરદાર, જો કોઇની સાથે ડેટિંગ પર ગઇ તો… આ હિરોઈને કર્યો મોટો ખુલાસો

Last Updated on January 4, 2019 by Karan

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ ધડકમાં ચમકેલી હોનહાર અભિનેત્રી જાન્હવી કપૂરે કહ્યું હતું કે હું કોઇની સાથે ડેટિંગ કરી શકતી નથી. મારાં માતાપિતાએ ડેટિંગ પર સખત પ્રતિબંધ લાદ્યો હતો.

એક ચેટ શોમાં હાજર રહેલી જાન્હવીએ કહ્યું, ‘મારી માતા પોતાના સમયની ટોચની અભિનેત્રી હતી. એણે તેમજ મારા પિતાએ સખ્ખત ડેટિંગ કર્યું હતું એમ કહી શકાય. પરંતુ મારી વાત કરું તો મારા માટે એ બંને પહેલેથી ખૂબ પ્રોટેક્ટિવ રહ્યાં. સતત મારું રક્ષણ કરતાં હોય એ રીતે મારા પર નજર રાખતાં રહ્યાં. એ બંને કહેતા કે તને કોઇ યુવક ગમી જાય તો તારે અમને કહેવું. અમે એની સાથે તારાં લગ્ન કરાવી આપીશું.

ડેટિંગની વાત નહીં કરતી…’ કહીને એ હસી પડી. એણે તરત ઉમેર્યું કે તમને ગમી જાય એવી દરેક વ્યક્તિ સાથે તમે લગ્ન કરી શકો નહીં. દરેક વ્યક્તિનો એક યા બીજો ગુણ તમને ગમી જતો હોય છે. એટલે એટલા પૂરતી એ વ્યક્તિ તમને પસંદ હોય. પરંતુ તેથી કંઇ દરેક વ્યક્તિ સાથે લગ્ન તો ન કરી શકાય ને…

Related posts

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari

રિચાર્જ પ્લાન/ મોંઘા થયા જિયો, એરટેલ અને Viના પ્લાન! જુઓ તમારા માટે કયો રહેશે બેસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!