GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

બોગીબીલ બ્રિજને મંજૂર કરનાર વડાપ્રધાનને ન અપાયું આમંત્રણ, મોદીએ નિભાવી દુશ્મની

આસામના બ્રહ્મપુત્રા નદી પર નિર્માણ પામેલા બોગીબીલ બ્રિજના ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રણ ન મળતા પૂર્વ વડાપ્રધાન અને જેડી(એસ) સુપ્રીમો એચ ડી દેવેગોવડાએ નારાજગી વ્યક્ત કરી છે. ગોવડાએ જણાવ્યું હતું કે કાશ્મીર, દિલ્હી મેટ્રો અને બોગીબીલ રેલ રોડ સુધીની રેલવે લાઇનના પ્રોજેકટને મેં મંજૂરી આપી હતી. આ પ્રત્યેક પ્રોજેક્ટ માટે મેં ૧૦૦ કરોડના બજેટના ફાળવણી કરી હતી અને આ તમામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું? તો તેમણે જણાવ્યું હતું કે હવે મને કોણ યાદ કરશે?

આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ઘણો વિલંબ થયો

પોતાના શાસનકાળની વાત યાદ કરતા દેવેગોવડાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ઘણો વિલંબ થયો છે. મેં હસ્સાન-મેસુરુ પ્રોજેક્ટ ફક્ત ત્રણ જ મહિનામાં પૂર્ણ કરી લીધો હતો. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કહ્યુ કે હેલિકોપ્ટર ગોટાળાનો રાજદાર જેલમાં પહોંચ્યો છે. ચાર વર્ષ પહેલા કોઈ આમ વિચારી શકતું ન હતું કે હેલિકોપ્ટર ગોટાળાનો સૌથી મોટો રાઝદાર જેલમાં પહોંચી જશે. તેમણે કહ્યુ છે કે સમયમર્યાદા હવે માત્ર કાગળ પર લખવાની વાત રહી ગઈ નથી. આસામમાં ઘણાં પ્રોજેક્ટ્સ વર્ષોથી અધૂરા હતા. આ પ્રોજેક્ટ પુરો થઈ ગયો અને બાકીના પૂર્ણ થવાના છે.

અટલ સરકાર ફરી ચૂંટાઈ હોત તો 10 વર્ષ પહેલાં પુલ તૈયાર થઈ ગયો હોત

22 જાન્યુઆરી-1997ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ પુલની આધારશિલા મૂકી હતી. પરંતુ તેની કામગીરી 21 એપ્રિલ-2002ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં શરૂ થઈ શક્યું હતું. ત્યારે પીએમ મોદીએ કહ્યુ કે જો અટલ સરકાર ફરી ચૂંટાઈ હોત તો 10 વર્ષ પહેલા આ પુલ તૈયાર થઈ ગયો હોત. બોગીબીલ બ્રિજ પરથી પહેલી ટ્રેન તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ પસાર થઈ હતી. બોગીબીલ બ્રિજ ઓછામા ઓછા 120 વર્ષ સુધી કાર્યરત રહેશે.

Related posts

મહિલા તરફથી સેક્સ માટે ખુશી-ખુશી રાજી થવાનો જ માપદંડ હોવો જોઈએ: કેરળ હાઈકોર્ટે

pratik shah

સુરતના આ વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ પર 7 દિવસ સુધી પ્રતિબંધ

Bansari

મેઘ મહેર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ,મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!