GSTV
India News ટોપ સ્ટોરી

મને વોટ કપાવવાના ઈરાદે દૂર રખાય છે: “ગુલાબ નબીનું નિવેદન હિંદુઓને ગાળ”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે તેમને પોતાના કાર્યક્રમોમાં બોલાવનારા હિંદુ ભાઈઓ અને નેતાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે પહેલા તેમને 95 ટકા હિંદુઓ પ્રચાર માટે બોલાવતા હતા. પરંતુ ચાર વર્ષમાં તેમને માત્ર વીસ ટકા હિંદુઓએ પ્રચાર માટે બોલાવ્યા છે.

આઝાદના નિવેદન પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતા કહ્યું છે કે તેમને હિંદુ ક્યાં પસંદ છે? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આઝાદના નિવેદનને હિંદુઓનું અપમાન ગણાવતા કહ્યું છે કે ગુલામ નબી આઝાદનું નિવેદન હિંદુઓ માટે ગાળ સમાન છે. તેમણે હિંદુઓનું અપમાન કર્યું છે અને દેશની ધર્મનિરપેક્ષતાને ચોટ પહોંચાડી છે. સંબિત પાત્રાએ ક્હ્યું છે કે કોંગ્રેસના ખરાબ દિવસો આવી ગયા છે. તેથી આઝાદને પ્રચાર માટે બોલાવામાં આવતા નથી. આને ગુલામ નબી આઝાદ હિંદુ-મુસ્લિમનો રંગ આપીને હિંદુઓનું અપમાન કરી રહ્યા છે.

કાશ્મીરના સ્ટૂડન્ટ્સનો ઉલ્લેખ કરીને આપવામાં આવેલું નિવેદન પણ ખોટું છે. જો કોઈ રાષ્ટ્રવિરોધી ગતિવિધિ કરે છે. તો તેની ટીકા થશે. સંબિત પાત્રાએ કહ્યું છે કે એક તરફ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મહોમ્મદઅલી ઝીણાની તસવીર લગાવવામાં આવે છે. બીજી તરફ હિંદુઓને નિશાન બનાવવામાં આવે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે રાહુલ ગાંધી જવાબ આપે કે હિંદુઓ સાથે આવું ષડયંત્ર શા માટે?

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ભારતની સાથે પાકિસ્તાનમાં નાણાં ખર્ચ કરીને મોદી હટાવો અભિયાન ચલાવી રહી છે. દેશમાં આવું અભિયાન ચલાવવાની વાત, તો સમજમાં આવે છે. પણ પાકિસ્તાનમાં આવું અભિયાન શા માટે? કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂ દ્વારા દક્ષિણ ભારત કરતા પાકિસ્તાનને વધુ નજીક ગણાવવાનો મામલો અને ગુલામ નબી આઝાદ તથા મણિશંકર અય્યર જેવા ઘણાં નેતા આવા પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે સર સૈય્યદ ડે પર લખનૌમાં આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમમાં આઝાદ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓ યૂથ કોંગ્રેસમાં હતા. ત્યારથી તેઓ અંડમાન-નિકોબારથી લઈને લક્ષદ્વીપ સુધી, દેશભરના ખૂણેખૂણેથી કેમ્પેન માટે ગયા છે અને તેમને બોલાવનારા 95 ટકા હિંદુ ભાઈઓ અને નેતાઓ હતા. ત્યારે તેમને પાંચ ટકા જ મુસ્લિમો પોતાના કાર્યક્રમોમાં બોલાવતા હતા. જો કે હવે છેલ્લા ચાર વર્ષમાં તેમને બોલાવનારા હિંદુ ભાઈઓ અને નેતાઓની સંખ્યા વીસ ટકા જેટલી જ છે.

આઝાદે કહ્યું છે કે આમ થવાનું દર્શાવી રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. આજે તેમને બોલાવવામાં લોકો ડરે છે કે આનાથી વોટર પર શું અસર થશે?

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV