અનન્યા કે સારા? પોતાના ‘કમિટેડ રિલેશનશીપ’ને લઇને કાર્તિક આર્યને કર્યો ધડાકો

કાર્તિક આર્યન આજકાલ પોતાની ફિલ્મો કરતાં પોતાના અફેરને લઇને વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ સારા અલી ખાને કાર્તિકને ડેટ કરવાની વાત કરી હતી. ત્યાં કાર્તિક અનન્યા સાથે અનેક વાર સ્પોટ થયો હતો જેને લઇને તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ. અગાઉ સારા અલી ખાન પણ કાર્તિકને ડેટ કરવાને લઇને મોટો ખુલાસો કરી ચુકી છે. તેવામાં હવે કાર્તિકે પહેલીવાર પોતાના રિલેશનશીપને લઇને ખુલીને વાત કરી છે.

કાર્તિકે જણાવ્યું કે, મારુ માનવું છે કે રિલેશનશીપમાં રહેવા માટે ઘણો સમય જોઇએ પરંતુ હું જો મારા રિલેશનશીપને સમય ન આપી શકું તો મને તેનો અફસોસ થાય છે. હું આવું બીજા કોઇ સાથે કરવા નથી માગતો તેથી હાલ હું ફક્ત મારા કામને લઇને કમિટેડ છું. જો હું કોઇ પ્રોડ્યુસર કે એક્ટ્રેસ સાથે મીટીંગ માટે જાઉં છું તો મારા રિલેશનશીપને લઇને ચર્ચાઓ શરૂ થઇ જાય છે. લોકોને આ વિશે લખવામાં મજા આવે છે. હું આને કેટલું રોકી શકું.

જ્યારે તેને તેના વેલેન્ટાઇન્સ ડેના પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે સારા કે અનન્યા પ્રત્યે કમિટેડ નથી પરંતુ તે પોતાના કામ અને ફેન્સ માટે સંપૂર્ણ પણે કમિટેડ છે. તેણે જણાવ્યું કે, હું લુકાછુપીના પ્રમોશન સાથે પતિ પત્ની ઔર વોના શુટિંગમાં બિઝી રહીશ, પ્રામાણિકતાથી કહું તો હું મારા કામ અને ફેન્સ સાથે કમિટેડ રિલેશનશીપમાં છુ. આ સિવાયમાં મારા જીવનમાં કંઇ નથી. હું આ સમયે ખુશ છું અને મારા કામને એન્જોય કરી રહ્યો છું.

કાર્તિક અને અનન્યા ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં છે પરંતુ તેમણે તાજેતરમાં જ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ આ રોમાન્સની લિસ્ટમાં લેટેસ્ટ જોડી છે. જણાવી દઇએ કે હાલ કાર્તિક આર્યન ખૂબ જાણીતો ચહેરો બની ગયો છે.

અગાઉ સારા અલી ખાને પણ કૉફી વિથ કરણમાં કાર્તિક આર્યનને ડેટ કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી હતી. કાર્તિકને જ્યારે આ વિશે જાણ થઇ ત્યારે તેણે પણ સારાને પોઝીટીવ રિસ્પોન્સ આપતાં કહ્યું હતું કે સારા પાસે જ્યારે પણ સમય હશે ત્યારે તે તેની સાથે ડેટ પર જશે.

તેનો ચોકલેટ બૉય લુક અને ફિલ્મોમાં રોમાન્સ કરવાનો અંદાજ કંઇક એવો છે કે તે યુવતીઓ માટે ક્રશ બની ગયો છે. બીજી તરફ અનન્યા પાંડે હવે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જણાવી દઇએ કે અનન્યા સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી ટાઇગર શ્રોફ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્ટુડન્ટ ઑફ ધ યર-2 બાદ કાર્તિક અને અનન્યા ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેક હશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter