GSTV
Home » News » હું અહીંનો ડોન છું, કહી મહિલાને વાળ પકડી મારવા લાગ્યો

હું અહીંનો ડોન છું, કહી મહિલાને વાળ પકડી મારવા લાગ્યો

સાબરમતી વિસ્તારમાં ગઇકાલે રાત્રે પાવર હાઉસ પાસે નશામાં ધૂત શખ્સે કાર પાછળ થપ્પો મારીને કાર ઉભી હતી ત્યારબાદ જાહેરમાં વાળ પકડીને મહિલાને માર માર્યો હતો અને કાર ચલાવતા તેમના ડોક્ટર મિત્ર સાથે પણ મારા મારી હતી અને ધમકી આપી હતી, બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ આરોપીને પકડયો હતો આ સમયે સદ્નસીબે ત્યાં પસાર થઇ રહેલી પોલીસને સુપરત કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ ટુર ગાઇડ તરીકે કામ કરતા મનીષાબહેન રાજપુતે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ તથા તેમના મિત્ર ડોકટર કૌશિક સોલંકી અને ડોક્ટરના પત્ની સાથે ગાંધીનગરથી આવતા હતા. જ્યાં સાબરમતી વિસત પેટ્રોલ પમ્પથી સુભાષબ્રિજ તરફ આવતા હતા આ સમયે પાવર હાઉસ સામેથી કાર લઇને પસાર થતા હતા ત્યારે નશામાં ઘૂત યુવક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તે યુવકે કાર પાછળ કાચ પર હાથથી થપ્પો માર્યો હતો. જેથી ડોક્ટરે કારને સાઇડમાં ઉભી રાખી હતી.

ત્યારબાદ ફરિયાદી મહિલા તથા ડોક્ટરના પત્ની બન્ને નીચે ઉતર્યા હતા અને કેમ કાર પાછળ ધબ્બો માર્યો તેમ પૂછતાની સાથે જ જોરજોરથી તે બોલવા લાગ્યો કે હું છોટુ આ વિસ્તારનો ડોન છું, હવે અહિ કોણ આવશે તે તમને ખબર પડશે તેમ કહીને ફોન કરીને તેના સાગરિતને બોલાવ્યો હતો. આ સમયે ડોક્ટર તેમની સાથે વાત કરવાનું કહ્યું હતું તે સમયે તેના મિત્ર અને આ નશામાં ધૂત શખ્સે ડોક્ટર સાથે મારા મારી શરૃ કરી હતી.

જેથી ડોક્ટરને હાથે ઇજા થઇ હતી એટલું જ નહી આરોપીએ ફરિયાદી મહિલાના વાળ પકડીને ડાભા પડખે ફેંટ મારીને વાળ પકડીને જમીન પર પછાળ્યા હતા. મહિલાને રોડ પર પાર્ક કરેલું બાઇક વાગ્યું હતું તેમ છતાં તેમની સાથે મારા મારી કરતો હતો. આ સમયે સ્થાનિક લોકોએ પકડીને તેને મેથીપાક ચકાડયો હતો. તેમ છતાં શખ્સ તમારાથી થાય તે કરી લે જો તમે મારુ કંઇ બગાડી નહી શકો તેમ બુમો પાડતો હતો.

જો કે સદ્નસીબે આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા પોલીસના માણસોએ આવીને આરોપીને પકડી પાડયો હતો. પોલીસની પુછપરછમાં પકડાયેલો શખ્સ સાબરમતી પાવર હાઉસ પાસે પોપટલાલની ચાલીમાં રહેતો આઝાદ બ્રિજકિશોર રાજપુત હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ કરીને બીજા ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Read Also

Related posts

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari

ટ્રમ્પની છે આ ખાસમખાસ, વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ ધરાવે છે દબદબો

Mansi Patel

300 કિલોમીટરની ઝડપે ભાગે છે ટ્રમ્પનું મરીન, ખાસિયતો જાણી અચંબિત થઈ જશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!