GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

‘સીએએ વિરૂદ્ધના પેરગ્રાફને વાંચવા મજબૂર છું કેમકે સીએમ એવું ઈચ્છે છે…’ : કેરળમાં ડખા વધશે

કેરળ વિધાનસભામાં હોબાળા વચ્ચે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રાજ્ય સરકારના પ્રસ્તાવને વાંચ્યો હતો. જો કે રાજ્યપાલે પહેલાં આ પ્રસ્તાવ વાંચવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના અનુરોધ બાદ આ પ્રસ્તાવ વાંચ્યો હતો. પ્રસ્તાવને વાંચતા પહેલાં રાજ્યપાલે વારંવાર પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે સીએએ વિરૂદ્ધના પેરગ્રાફને વાંચવા મજબૂર છું કેમકે સીએમ એવું ઈચ્છે છે. જો કે મારું માનવું છે કે આ વાત કોઈ નીતિ કે અન્ય કાર્યક્રમ અંતર્ગત નથી આવતો. રાજ્યપાલે વધુમાં કહ્યું કે સીએમએ કહ્યું કે આ સરકારનો વિચાર છે અને તેમની ઈચ્છાનું સન્માન કરવા માટે હું આ પેરેગ્રાફ વાંચી રહ્યો છે. કેરળમાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યપાલના અભિભાષણમાં સીએએના ઉલ્લેખને લઈને ઊભા થયેલા વિવાદ પછી આજે નાગરિકતા કાયદાને લઈને કેરળ વિધાનસભામાં જોરદારો હોબાળો જોવા મળ્યો હતો.

કાયદાનો વિરોધ કરતા વિપક્ષી દળ યૂડીએફના ધારાસભ્યોએ ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા. તેઓએ રાજ્યપાલ ગૃહમાં દાખલ થતા જ તેમનો રસ્તો રોકી દીધો અને તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા. આ દરમિયાન ધારાસભ્યોએ રિકોલ ગવર્નરના સ્લોગનવાળા પોસ્ટર્સ પણ લહેરાવ્યાં. આ પહેલાં મંગળવારે રાજ્યપાલે કેરળ વિધાનસભામાં પોતાના અભિભાષણમાં સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવનો ઉલ્લેખવાળો પેરગ્રાફ વાંચવાનો ઈનકાર કરી દીધો હતો.

તેઓએ સીએમ પિનરાઇ વિજયનને પત્ર લખીને કહ્યું કે ભાષણના આ ભાગને તેઓ મંજૂરી આપતા નથી. બજેટ સત્રની શરૂઆત પહેલાં મંત્રી પરિષદ દ્વારા તૈયાર રાજ્યપાલના અભિભાષણમાં નાગરિકતા સંશોધન કાયદાને ગેરબંધારણીય અને ભેદભાવપૂર્વક ગણાવવામાં આવ્યું. જો કે રાજ્યપાલે આ વાતને મંજૂરી આપી ન હતી.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

વિશ્વમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખથી વધુને ભરખી ગયો

pratik shah

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!